Home News Corona/ ગુજરાત આનંદો, સરકારે આપી કોરોના SOP માં આવી છૂટ

Corona/ ગુજરાત આનંદો, સરકારે આપી કોરોના SOP માં આવી છૂટ

Face of Nation 03-02-2022 : કોરોના નાં નવા કેસ માં નોંધપાત્ર ધટાડો નોંધવામાં આવી રહ્યો છે. કોરોના અને એમિક્રોનનાં કેસમાં ધટાડો ગુજરાત નાં લોકો તેમજ સરકાર માટે મોટી રાહત નાં સમાચાર કહી શકાય. પાછલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 7606 કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે કોરોનાનાં કારણે રાજ્યમાં 34ના મૃત્યું નિપજ્યા છે. કોરોનાને માત આપી ગુજરાતમાં 13,195 લોકો ડિસચાર્જ થયા છે. ગુજરાતનાં 5 મહાનગરોમાં પાછલા 24 કલાકનાં સામે આવેલા કોરોનાનાં કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ શહેરમાં 3118 કેસ, વડોદરા શહેરમાં 1127 કેસ, સુરત શહેરમાં 227 કેસ, રાજકોટ શહેરમાં 238 કેસ અને ગાંધીનગર શહેરમાં 354 કેસ સામે આવ્યા છે.

કોરોનાનું અકળ વલણ કુણું પડતા અને કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવતા ગુજરાત સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવેલી કોરોનાની નવી ગાઈડલાઈનમાં પણ સરકાર દ્વારા આંશીક રાહતો આપવામાં આવી છે.

આ પણ વાંચો – નીરજ ચોપરા લૌરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2022 માટે નોમિનેટેડ

રાજ્ય સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલી નવી SOP – ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ 150 વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ 300 ની સંખ્યામાં યોજી શકાશે. તેમજ 8 મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે 10 થી સવારે 6 સુધી રહેશે. આ ગાઈડલાઈન આવતીકાલે એટલે કે 4 ફેબ્રુઆરી 2022થી અમલમાં આવશે અને 11 મી ફેબ્રુઆરી 2022ના સવારે 6.00 વાગ્યા સુધી અમલમાં રહેશે

નવી ગાઈડલાઈનનાં મુખ્ય અંશો 

• રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
• બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે.
• રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે
• લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે .
• કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ તા.૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.
• હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.
• હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે
• મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તા. ૪ થી ફેબ્રુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
• રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.૦૪-૨-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.
• તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૪થી ફેબ્રુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા. ૧૧ ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે.
• રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ સુધી અમલમાં રહેશે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).