Face of Nation 05-02-2022 : ધ્રાંગધ્રાનાં વઢવાણ પંથકનાં ગામમાં ખેત મજૂરી કરતા પરિવારની 15 વર્ષીય સગીરા દીકરીની મરજી વિરૂધ્ધ ગામના લાલજી ઉર્ફે ભુરો રામજીભાઇ જાદવ નામનો શખસ અવાર નવાર દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી દેવામાં આવી છે. લાલજી ઢગાનાં આ કાળા કારનામા ત્યારે સામે આવ્યા જ્યારે તાજેતરમાં સગીરાને પીડા ઉપડતા હોસ્પિટલ લઇ જવાઇ અને ડોક્ટર દ્વારા સગીરા ગર્ભ પોષી રહી હોવાનું જાહેર કરવામાં આવ્યું.
સગીરાએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાથી હેબતાઇ ગયેલા પરિવારજનોએ સગીરાને પૂછપરછ કરતા ગામના જ લાલજી ઉર્ફે ભુરો તેણીની મરજી વિરૂધ્ધ ભોળપણનો લાભ લઇ અવાર-નવાર બળાત્કાર ગુજારતો હોવાની સગીરા દ્વારા પુષ્ટી કરવામાં આવી હતી.
આ પણ વાંચો – મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ આંતકી અને દાઉદનાં સાથી અબુ બકરની…
આ અંગે સગીરાના પિતાએ લાલજી વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સગીરાને લલચાવી ફોંસલાવીને કે પછી સગીરાની મરજી હોય તો પણ તેણીની સાથે શારિરીક સંબંધો બાધવા એ કાયદેસરનો ગુનો છે અને આવી માનસિકતા ધરાવતા નરાધમોને સજા થવી તે બીલકુલ યોગ્ય છે.
પરંતુ એક પ્રશ્ન ત્યા પણ ઉઠે છે કે, છેક બાળકીને જન્મ આપ્યો ત્યારે આ મામલો સમાજ અને પોતાના જ કુટુંબની સામે આવ્યો. શું ત્યાં સુધી કુટુંબ કે ધરમાં સાથે રહેતા કોઈ પરિજનનું ધ્યાન ગર્ભવતી કે ગર્ભપાળી રહેલી સગીરા પર નહીં ગયું હોય. કારણ કે આ સવાલ નવજાત જન્મેલી બાળકી અને ખુદ સગીરાના જીવનનો પણ છે. જો પરિજનો દ્વારા આ મામલે વહેલી છનભીન કરવાનું શક્ય બન્યુ હોત તો કદાચ બે જીવનને સંતુલન આપી શકાત. વાત નરાધમ ઢગા લાલજીની છે તો તેને તો પાતાના કરતુતોની સજા ન્યાયતંત્ર આપશે જ.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).