Face of Nation 05-02-2022 : કાશ્મીર, નોઈડા અને દેશનાં ઉત્તરિય અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. આજે એટલે કે શનિવારે સવારે 9:45 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું નોંધવામાં આવ્યું હતું.
કેટલાક લોકોએ ટ્વીટ કર્યું છે કે કમ સે કમ 20 સેકંડ સુધી જમીન હિલતી રહી છે. દિલ્હીમાં પણ લોકોએ ટ્વીટ કરીને ભૂકંપને ઝટકે અનુભવવાની વાત કહી. એક વ્યક્તિ દ્વારા પોતાની વાત કઈક આ અંદાજમાં કહેવામાં આવી છે કે ” મને લાગી રહ્યું છે કે હું ધ્રુજી રહ્યો છુ અને મને દેખાતા પંખા પરથી અનુભૂતી થાય છે કે આ ભૂકંપ છે.”
આપને જણાવી દઇએ કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં શુક્રવાર સવારે 3.1 તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. જોકે તેના કારણે કોઈ પણ પ્રકારનું જાન-માલનું નુકસાન થયું હોવાનું કોઈ સૂચના નથી. કચ્છમા આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપર ગામમાં હોવાનું નોંધવામાં આવ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી 19.1 કિલોમીટરની નીચે હોવાની વાતને પુષ્ટી આપવામાં આવી છે.
આજે ઉત્તર ભારતમાં અનુભવાયેલ ભૂકંપને કચ્છમાં પાછલા લાંબા સમયથી અવારનવાર આવતા ભૂકંપ સાથે સીધો સબંધ હોય તેવું અનુમાન કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, કચ્છ જિલ્લો ખૂબ જ ઉચ્ચ જોખમ ધરાવતા ભૂકંપીય ક્ષેત્રમાં સ્થિત છે. અને 2001 માં ભૂકંપના કારણ કે ભારે તબાહીનો સાક્ષી પણ છે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).