Home Uncategorized હાઇકમાન્ડના આદેશ મુજબ આખરે આસિત વોરાનું રાજીનામુ લઇ લેવાયું

હાઇકમાન્ડના આદેશ મુજબ આખરે આસિત વોરાનું રાજીનામુ લઇ લેવાયું

Face of Nation 07-02-2022 : સૌ પ્રથમ ફેસ ઓફ નેશને લખ્યું હતું કે, આસિત વોરાનું રાજીનામુ લઇ લેવા હાઇકમાન્ડે આદેશ કરી દીધો છે. જે અહેવાલ આજે સાચો ઠર્યો છે. ગુજરાતમાં પેપરલીક કાંડ જોરદાર ગાજ્યો હતો. વિદ્યાર્થીઓના ભાવિ સાથે કરવામાં આવેલા ચેડાંનો ગંભીર મામલો હતો જેને લઈને આમ આદમી પાર્ટીને વિરોધનો મુદ્દો મળી ગયો હતો. ભાજપના શાસનમાં થયેલી આ ઘટનાએ ભાજપની આબરૂ કાઢી છે તો બીજી બાજુ ગૌણ સેવા પસંદગીના ચેરમેન અસિત વોરાનું રાજીનામુ લઇ લેવા હાઇકમાન્ડે આદેશ કર્યો હતો પરંતુ કેટલાક પાસાઓને ધ્યાનમાં રાખીને રાહ જોવાની નીતિ અપનાવાઈ રહી હતી જે આજે આખરે પુરી થઇ છે. આજે આસિત વોરાએ હાઇકમાન્ડના આદેશ મુજબ રાજીનામુ ધરી દીધું છે. આ સમગ્ર મામલે અસિત વોરાને પણ વિશ્વાસમાં લઇ રાજીનામાં માટે મનાવી લઈ આખરે આજે તેની સત્તાવાર કામગીરી પુરી કરવામાં આવી છે. જો કે આ રાજીનામાંથી વિદ્યાર્થીઓને ન્યાય પણ મળ્યો કહી શકાય.
પેપરલીક કાંડ બાદ હાઇકમાન્ડે આ બાબતની નોંધ લઈને તાત્કાલિક આસિત વોરાને હટાવવાનો નિર્ણય લીધો હતો. જો કે આ નિર્ણય લેવાયો છતાં તેનો અમલ ન કરવા પાછળ રાજકીય ગણિત હોવાનું તથા ભાજપની આબરૂનો સવાલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. ભાજપના આંતરિક વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, હાઇકમાન્ડે અસિત વોરાના રાજીનામાં માટે તખ્તો તૈયાર કરી લીધો હતો પરંતુ આમ આદમી પાર્ટીના આંદોલનને કારણે જો આ પગલું ભરવામાં આવે તો આમ આદમી પાર્ટીની જીત અને ભાજપની ભૂલ છે તેવું ચિત્ર ઉભું થાય તે વિચારે અસિત વોરાના રાજીનામાની વાત અટકાવી રાખી હતી. જે આજે આખરે પુરી કરવામાં આવી છે અને આસિત વોરાનું રાજીનામુ લઇ લેવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે