Face of Nation 08-02-2022 : ગુજરાતના કેટલાક આઇપીએસ અધિકારીઓની પત્નીઓ કે પરિવાર ખરીદી કરવા કે હોટેલમાં જમવા નીકળે તે પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનના કમર્ચારીઓ સાહેબ તથા સાહેબના પરિવારની સરભરા કરવા પહોંચી જાય છે. ઉચ્ચ અધિકારીઓ પોલીસ કર્મચારીઓને જાણે કે તેમના નોકર સમજીને તેમના વિસ્તારમાં રહેલી હોટેલથી માંડીને શોરૂમમાં વિના મુલ્યે અમૂલ્ય ખરીદી કરાવવા માટે સ્થાનિક પોલીસને આગળ મોકલી દમ મારીને સેટઅપ કરાવે છે. અમદાવાદના ઘણા પોશ વિસ્તારોમાં આઇપીએસ અધિકારીઓની પત્નિઓ મોટા શો રૂમોમાં ગમે ત્યારે જઈને ગમે તેટલી મોંઘીદાટ ચીજવસ્તુઓ લઇ આવે છે. જેનું બિલિંગ સ્થાનિક પોલીસના માથે હોય છે. જેના બદલામાં આઇપીએસ અધિકારી જે તે વિસ્તારના પોલીસ કમર્ચારી કે પીઆઇને તકલીફ પડે સાચવી લે છે.
ભાજપના ધારાસભ્યએ પોલીસ કમિશનર ઉપર ભ્રષ્ટાચારના આરોપ મૂકીને સમગ્ર પોલીસ તંત્રના અધિકારીઓ દ્વારા ખાખીનો રુઆબ છાંટીને કાયદાનો દુરુપયોગ કરીને લોકો પાસે કરવામાં આવતા તોડ અને સેટિંગોની પોલ ઉઘાડી કરી નાખી છે. આઈપીએસ અધિકારીઓની જ સંપતિ મામલે ગુપ્ત તપાસ કરવામાં આવે તો અનેક આઇપીએસ અધિકારીઓની બેનામી સંપત્તિનો પર્દાફાશ થાય તેમ છે. ઉપરથી નીચે સુધી ભાગ્યે જ કોઈ દુધે ધોયેલા હશે બાકી તમામના હાથ ભ્રષ્ટાચારથી રંગેલા છે.
પોલીસ વિભાગ માટે હચમચાવી નાખનાર અને સૌથી શરમજનક ઘટના ત્યારે બની જયારે ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્ય ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા 2 ફેબ્રુઆરી, 2022ના રોજ ગૃહમંત્રીને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ‘રાજકોટ પોલીસ કમિશનર પૈસા વસુલવા માટે ગુંડાઓની જેમ હવાલા લઈ રહ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનરે નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પાસેથી વસૂલ કરેલા નાણાંના 15% કમિશનની માંગણી કરી છે. ધારાસભ્યનો આ પત્ર કોઈ નવાઈ પમાડે તેવો નથી કેમ કે, મોટાભાગના તમામ પોલીસ અધિકારીઓ આ જ ધંધો કરે છે. પણ હા ! ધારાસભ્યએ જે રીતે જાહેરમાં આક્ષેપ કર્યો છે તે હિંમતને દાદ આપી દે તેવો છે.
આજે રાજકોટમાં વધુ એક પોલીસની તોડબાજીનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં મોટા માથાઓની કઠપૂતળી બની પોલીસે કાયદાની ઐસી કી તૈસી કરી અનેક લોકો ઉપર દમન ગુજાર્યાના બનાવો પ્રકાશમાં આવતા જઈ રહ્યા છે. ખાખી વર્દીના જોરે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઈમ બ્રાન્ચે જબરી તોડબાજી કર્યાના રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ હવે પોલીસની ક્રૂરતાનો ભોગ બનેલા વધુ ને વધુ કિસ્સા બહાર આવી રહ્યા છે. રાજકોટના બે વેપારીઓએ પોલીસે તેમના ઉપર ગેરકાયદે ગુજારેલા દમન અને ચેકમાં સહી કરાવી લીધાનું જાહેર કર્યા બાદ એક અત્યંત ચોકાવનારો આક્ષેપ થયો છે. જેમાં રાજકીય ઈશારે પોલીસ કમિશનરે કાલાવડ રોડ નજીક કરોડોની જમીન ખાલી કરાવી હતી. આ કિસ્સામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ ધમકીઓ આપી હોવાના આક્ષેપો થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).