Home Politics બોલો! હવે આ રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ ગઢબંધનમાં, સાથે ચલાવશે સત્તા

બોલો! હવે આ રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ ગઢબંધનમાં, સાથે ચલાવશે સત્તા

Face of Nation 08-02-2022 : આમ તો આપણે જોયું અને સાંભળ્યુ જ છે કે રાજકારણમાં કોઇ પણ વસ્તુ અસંભવ કે સ્થાઇ નથી હોતી. પરંતુ જો કોઇ તમને કહે કે કોંગ્રેસ અને ભાજપ જોડાણ કરે, તો તમારા હાવભાવ કેવા હશે ? બીલકુલ આ વાત સાચી છે. આ વાત ભારતમાં કોઇ પણ સરળતાથી માનવા માટે તૈયાર થાય તે લગભગ અસંભવ છે, પરંતુ આ વાત સાચી અને વાસ્તવિ છે કે, દેશની સૌથી મોટી પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ એક સાથે સરકાર ચાલશે.

વાસ્તવમાં બે હરીફો કોંગ્રેસ અને ભાજપે હવે મેઘાલયમાં ગઠબંધન કર્યું છે. મેઘાલયમાં કોંગ્રેસ પક્ષના નેતા એમ્પિરન લિંગડોહની આગેવાની હેઠળના તમામ પાંચ કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી અથવા NPPની આગેવાની હેઠળના જોડાણને સમર્થન આપ્યું છે. આપને જણાવી દઇએ કે આ NPP માં ભાજપ પણ ભાગીદાર છે.

કોંગ્રેસનાં નેતા લિંગડોહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ સંગમાના મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ અથવા એમડીએમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના પાંચેય ધારાસભ્યો આજે સંગમાને મળ્યા હતા અને તેમના સમર્થનના પત્રો તેમને સોંપ્યા હતા.

આમ તો એનપીપી અને કોંગ્રેસ પરંપરાગત પ્રતિદ્વંદ્વી છે. પરંતુ પશ્ચિમ બંગાળના મંત્રી મમતા બેનરજીની પાર્ટીની તૃણમૂલ કોંગ્રેસમાં, કોંગ્રેસનાં 12 વિધાયકો સામેલ થયા પછી એનપીપી અને કોંગ્રેસ બંને પાર્ટીઓ નજીક આવી રહી છે.

કોંગ્રેસ વિધાયક દલ (સીએલપી)ના નેતા લિંગડોહે પોતાની વાતચીતમાં કહ્યું કે, “અમે  સંગમના નેતૃત્વવાળા એમડીએને સમર્થન આપ્યું છે અને આજે અમે સરકારને મજબૂત કરવા માટે એમડીએમાં સામેલ થયા છીએ. અમે તમામ પાંચ સભ્યોએ પત્ર પર હસ્તાક્ષરી સમર્થનનો કાગળ મેઘાલયના મુખ્ય પ્રધાનને રુબરુ મુલાકાત સાથે સોંપ્યો છે.

આ ને કહેવાય રાજકારણ કે સત્તાનો ખેલ. કોઇ પણ પક્ષ હોય કે વ્યક્તિ આજકાલ કહેવુ ખુબ મુશ્કેલ છે કે તે આ પાર્ટીની વિચારધારાને કે પાર્ટીને વરેલા છે. દેશમાં હાલ ચાલી રહેલી અનેક રાજકીય પ્રવૃતિ આમ તો એક જોતા કહી શકાય કે તે લોકશાહી માટે અને માથે વજ્રઘાત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).