Home Crime ગોંડલની શાકમાર્કેટમાંથી કોહવાયેલી લાશ મળી, વિસ્તારમાં ચર્ચા – હત્યા કે બીજુ કઈ

ગોંડલની શાકમાર્કેટમાંથી કોહવાયેલી લાશ મળી, વિસ્તારમાં ચર્ચા – હત્યા કે બીજુ કઈ

Face of Nation 09-02-2002 : ગુજરાતમા આમ તો અનેક ગામો માથાભારેની છાપ ધરાવે છે, પરંતુ એમા પણ ગોંડલ એ ગુંડાગીરી માટે ખાસ વગોવાયેલું ગામ છે. ભૂતકાળમાં ગોંડલ અનેક હત્યાનું સાક્ષી રહ્યુ છે અહીં ધારસભ્યની જાહેરમાં હત્યાથી સાદી સોડાની શરતમા પણ હત્યા થયાનો ઇતિહાસ છે. ત્યારે આજે પણ ગોંડલ આવા જ કારણ સાથે લોક જીભે ચડેલું જોવામાં આવી રહ્યું છે.

જી હા, લાંબા અંતરાલ પછી ગોંડલમાં એક યુવાનનો મૃતદેહ જાહેર કહી શકાય તેવા સ્થળેથી મળી આવ્યો છે. ગોંડલના  માંડવીચોકમાં આવેલી જુની શાક માર્કેટમાં આવેલા થડાના ભંડકીયામાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી આવી છે. ઘટનાની જાન થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે એકઠા થયા હતા. PI મહેશ સંગાડા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જતાં તેનું PM હાથ ધરવામાં આવ્યું હતું.

સામે આવેલી વિગતો અનુસાર ગોંડલ માંડવી ચોકમાં આવેલ જુની શાક માર્કેટનાં છેવાડાનાં ભાગે આવેલા અવાવરુ થડાના ભંડકીયામાં કોઈ અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ ગોંડલ શહેર પોલીસને થતા પોલીસ દોડી આવી હતી. પોલીસે લાશ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.  સુત્રો અનુસાર કચરા વચ્ચે યુવાનની લાશ હતી.  તેના શરીરનો થોડો ભાગ સળગી ગયાનું જણાઇ રહયુ હતું. લાશ કોહવાઈ ગઈ હોવાથી ઓળખવી મુશ્કેલ બની હતી. જુની શાક માર્કેટમાં સવાર સાંજ લોકોની અવરજવર હોવા છતા એક કરતા વધુ દિવસથી પડેલી કે સંતાડેલી લાશ મળી આવતા અનેક સવાલો સર્જાયા છે.

પોલીસ દ્વારા ધટના સ્થળની તપાસ કરી કેસમાં સંયોગીક પુરાવા એકત્ર કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે લાશ પાછળ શું હકીકતો છે તે સમય જ કહેશે, પરંતુ શહેરમાં લાંબા સમય બાદ હત્યા કે તેવા ગુનાહે આકાર લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).