Home Politics કોંગ્રેસનાં નામે તેલંગણા વિભાજનનું બીલ ફડવા જતા મોદી ફસાયા, જાણો શું થયું

કોંગ્રેસનાં નામે તેલંગણા વિભાજનનું બીલ ફડવા જતા મોદી ફસાયા, જાણો શું થયું

Face of Nation 09-02-2022 : સંસદમાં પીએમ મોદીએ યુનાઈટેડ આંધ્ર પ્રદેશના વિભાજન પર આપેલા નિવેદન બાદ તેલંગાણામાં ઠેર ઠેર ભારે દેખાવો થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ સંસદમાં પોતાનાં વક્તવ્યમાં કહ્યુ હતુ કે, કોંગ્રેસની સરકારના સમયે આંધ પ્રદેશનુ વિભાજન ખોટી રીતે થયુ હતુ.

પીએમ મોદીનાં આ નિવેદન પછી તેલંગાણામાં સત્તાધારી ટીઆરએસ પાર્ટીએ રાજ્યવ્યાપી દેખાવો શરુ કર્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ રસ્તા પર ઉતર્યા છે. હૈદ્રાબાદમાં ટીઆરએસના કાર્યકરોએ પીએમ મોદીના પૂતળાને આગ પણ ચાંપી હતી

તેલંગાણામાં એક સ્થળે ટીઆરએસના નેતાઓ અને કાર્યકરોએ બાઈક રેલી કાઢી હતી અને આ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે તેમની અથડામણ થઈ હતી. જો કે અહીં જ ભાજપને ખમવાનો વારો આવ્યો છે તેવું નથી હકીકતે તેલંગણા વિભાજનનું બીલ કોંગ્રેસનાં નામે ફાળી ભાજપ દ્રારા તેલંગણાનાં લોકોને પોતાની ઓડમાંં લેવાનો દાવ જ સાવ ઉંધો પડ્યો હોત તેમ પીએમ મોદીનાં નિવેદન બાદ તેમનો થઇ રહેલો વિરોધ કહી રહ્યો છે.

તેલંગાણાના ગૃહ મંત્રી મહેમૂદ અલીએ પણ હૈદ્રાબાદમાં પીએમ મોદીના પૂતળુ સળગાવવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યુ હતુ કે, જ્યારે તેલંગાણા બન્યુ ત્યારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા અને તેમને આ અંગે કશી ખબર નથી. તેલંગાણા માટે 1200 લોકોએ પોતાના જીવ આપ્યા છે. ભાજપ હમેશા તેલંગાણાની વિરોધી રહી છે. અન્ય એક મંત્રીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીએ તેલંગાણાના લોકોની માફી માંગવી જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).