Face of Nation 09-02-2022 : ભારત દેશને આમ તો ખેડૂતોનો દેશ કે ખેતી પ્રધાન દેશ હોવાનું કહેવામાં આવે છે. જો કે, એ અલગ વાત છે કે છાસવારે એવા આક્ષેપો થચા રહે છે કે ભારત ને કોઈ રાજકીય પક્ષો નહીં, પરંતુ ગણ્યા ગાઠ્યા ઉધોગપતિઓ જ ચલાવે છે. જો કે આ તો આક્ષેપો છે અને લોકો ધણા આયામો જોયા વીના જ પોતાનું મંતવ્ય આપી દેતા હોય છે. 130 કરોડ કરતા પણ વધુ વસ્તી ઘરાવતા અને વિશ્વમાં સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર માટે ઉધોગો અને ઉધોગપતિઓ પણ જરુરી છે. પરંતુ જ્યારે ભારતને ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે અને જ્યારે ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે ત્યારે ખેડૂતોની આ હદે દૂરદશા લાલબત્તી સમાન ગણવી જ રહી.
જી હા, વાત કરવામાં આવી રહી છે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી આત્મહત્યા વિશે. હાલમાં જ સંસદમાં મંત્રી અજય મિશ્રા દ્વારા પોતાનાં સંબોધનમાં ખેડૂતોની આત્મહત્યાનાં આંકડા આપવામાં આવ્યા. આંકડા સાંભળી ભલભલા કહી ઉઠે કે શું આને ખેતી પ્રધાન દેશ કહેવાય. બીલકુલ ADSI રિપોર્ટ અનુસાર, 2018માં 5,763 ખેડૂતો અથવા ખેતી કરનારાઓએ આત્મહત્યા કરી હતી, જ્યારે 5,957એ 2019માં આત્મહત્યા કરી હતી. રિપોર્ટમાં જણાવાયું હતું કે 2020માં 5,579 ખેડૂતો અથવા ખેતી સાથે જોડાયેલા લોકોએ આત્મહત્યા કરી હતી.
મતલબ કે, 2018 અને 2020 ની વચ્ચે દેશના વિવિધ ભાગોમાં 17,000 થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. મંગળવારે લોકસભામાં આ માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આકસ્મિક મૃત્યુ અને આત્મહત્યાના આંકડાઓનું સંકલન કરે છે અને દર વર્ષે ‘ ભારતમાં અકસ્માત મૃત્યુ અને આત્મહત્યા ‘ (ADSI) રિપોર્ટ તરીકે પ્રકાશિત કરે છે. ઉરોપક્ત આંકડા આ રિપોર્ટમાં જ સરકાર દ્વારા સત્તાવાર રીતે પ્રકાશીત કરવામાં આવ્યા છે.
કદાચ આ રિપોર્ટ અને આંકડા વાંચી અને તે સમજવું આસાન થશે કે દેશના અનેક ભાગોનાં ખેડૂતો એક વર્ષ કરતા પણ વધુ સમયથી પોતાનું ઘરબાર છોડી દિલ્હીની સરહદો પર કેમ આંદોલન કરી રહ્યા હતા. દેશ માટે જે રીતે ઉધોગો જરુરી છે તે જ રીતે ખેતી, ખેત પેદાશો અને ખેડૂતો પણ જરુરી છે. વિકાસ સમતોલિત હોવો અનિવાર્ય છે. બાકી તો રશિયા જેવો લોખંડી દેશ પણ નાના-નાના ટૂંકડામાં વહેચાઇ ગયાનો ભૂતકાળ છે જ.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).