Face of Nation 10-02-2022 : ગુજરાતમાં ભાજપે હીન્દુત્વના નામે સત્તા મેળવીને હિન્દૂ મુસ્લિમને એકબીજની સામસામે કરી દીધા. ગોધરા રમખાણ કહો કે અન્ય નાના મોટા છમકલા કહો. આ તમામ તોફાનોમાં પ્રજાએ જ ભોગવવાનો અને જાનમાલનું નુકસાન વેઠવું પડ્યું છે. જે નેતા કે રાજકીય પક્ષોને લાભ મળ્યો છે તે નેતા કે રાજકીય પક્ષોને માત્ર સત્તા મળી છે. પ્રજાને અંદરો અંદર લડાવી ઝઘડાવીને પોતાની સત્તા ટકાવી રાખવા ગમે તે હદે જતી નેતાગીરીને પારખવામાં ભારતીયો ચોક્કસ કાચા પડી રહ્યા છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ગુજરાતમાં જે પ્રકારે હિન્દૂ મુસ્લિમની રાજનીતિ થઈ અને સત્તા મજબૂત બની તેમ હવે ભારતભરમાં હિન્દુત્વનો મુદ્દો આગળ કરી યુવાનોને કટ્ટર કરવામાં આવી રહ્યા છે. ફરી એકવાર ગુજરાતની હિન્દૂ મુસ્લિમ તોફાનોની ઘટનાનું પુનરાવર્તન જાણે કે સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ચૂંટણી આવતાંવેંત ભારતના મોટાભાગના તમામ રાજ્યોમાં હિન્દુત્વનું ભૂત ધુણવા લાગે છે. હિન્દુ મુસ્લિમથી સુરક્ષિત નથી તેવો ભય ઉભો કરવામાં આવે છે. મુસ્લિમ સામે હિન્દુને જો કોઇ રક્ષણ આપે તો તે માત્ર ભાજપ જ છે અને એટલે જ મુસલમાનોથી બચવા માટે પ્રજાએ ભાજપને મત આપવો જોઈએ. પહેલા તોફાનો થાય છે અને બાદમાં ભાજપના નેતાઓ હિંદુત્વના ઝંડા લઈને મેદાને આવી જાય છે અને મતબેન્કની રાજનીતિ શરૂ કરે છે. પ્રજાએ સમજવાની જરૂર છે કે, ચૂંટણી આવતાંવેંત જ કેમ કોમી એખલાસના વાતાવરણ ડહોળાય છે ?
સત્તાઘેલા બનતા નેતાઓ પ્રજાને સામસામે કરીને તેમના લાભ ખાટકી લે છે. જ્યારે પ્રજા આ વાત સમજવા લાગે છે ત્યારે ખરી લોકશાહીની શરૂઆત થાય છે. છેલ્લા કેટલાક સૈકાઓથી “કેસરી” રંગ હિન્દુત્વની ઓળખ બની ચુક્યો છે. હિન્દૂ ધર્મ-સંસ્કૃતિ સાથે સંકળાયેલ લગભગ તમામ સંસ્થા-ટ્રસ્ટ-ધર્મસ્થાનો પોતાના અધિકૃત ચિહ્ન માં તરીકે કેસરી રંગ અચૂક ઉપયોગ કરે છે. હાલમાં હિન્દુત્વની રાજનીતિ કરતી સરકારના ભક્તો પણ જ્યાં-ત્યાં કેસરી કપડાં-સાયકલ-ઝંડા વગેરે લઈને રખડતા જોવા મળે. કેસરી રંગ ને લઈને બ્રાહ્મણવાદીઓ વડે એ હદે પ્રચાર કરવામાં આવ્યો છે કે હવે લોકો ભગવા રંગને જ હિન્દુત્વની વેશભૂષા માની બેઠા છે.
કર્ણાટકમાં મુસ્લિમ છોકરીઓનું હિજાબ પહેરીને સ્કૂલ-કોલેજ જવાનો વિવાદ વધતો જાય છે. મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાઇરલ થયો હતો, જેમાં હિજાબ પહેરેલી છોકરીનું નામ મુસ્કાન જણાવવામાં આવ્યું છે તેને ભગવો સ્કાર્ફ પહેરેલા યુવકોએ ઘેરી લીધી હતી અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. છોકરી તેની કોલેજ જતી હતી, આ દરમિયાન ભીડે તેને ઘેરી લઈને ધાર્મિક નારેબાજી કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
આતંકવાદી ગતિવિઘી પછી પક્ષપલટાનું ભૂત પણ ધૂંણ્યું, લાગે છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે