Home News લખીમપુર હિંસા કેસના આરોપી કેન્દ્રીય મંત્રી પુત્ર આશિષ મિશ્રાને મળ્યા જામીન

લખીમપુર હિંસા કેસના આરોપી કેન્દ્રીય મંત્રી પુત્ર આશિષ મિશ્રાને મળ્યા જામીન

Face of Nation 10-02-2022 : ગત વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂત અંદોન ચાલી રહ્યુ હતું તે ગરમા ગરમીનાં સમયમાં લખીમપુરના ટિકુનિયામાં થયેલી હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને હાઈકોર્ટે જામીન આપ્યા છે. સેશન્સ કોર્ટમાંથી જામીન અરજી રદ થયા બાદ આશિષ મિશ્રાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. 3 ઓક્ટોબરે ટિકુનિયામાં થયેલી હિંસક ઘટનામાં આઠ લોકો માર્યા ગયા બાદ તપાસ કેન્દ્ર દ્વારા SITને સોંપવામાં આવી હતી અને તપાસ બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા મોનુ સહિત 14 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં આશિષ મિશ્રા મોનુની જામીન અરજીની સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લખીમપુરમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવાના ચકચારી મામલામાં કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની સંડોવણી સામે આવી હતી અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. નીચલી કોર્ટએ જામીન નકારતા મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને આજે હાઇકોર્ટ દ્વારા તેમને જામીન મળી ગયા છે. આ મામલામાં સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને આજે હાઇકોર્ટની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં આશિષ આશિષ મિશ્રા આવતીકાલ સુધીમાં જેલની બહાર આવે તેવી શક્યતા છે.

તાજેતરમાં એસઆઈટી દ્વારા આ કેસમાં 5000 પાનની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.એસઆઈટીના કહેવા પ્રમાણે આ હિંસા થઈ ત્યારે આશિષ સ્થળ પર જ હતો. 3 ઓક્ટોબરે ખેડૂત આંદોલન દરમિયાન નિકળેલી રેલીમાં ખેડૂતો પર અમુક શખ્સોએ જીપ હંકારી અડફેટે લેતા હિંસા ફાટી નિકળી હતી અને તેમાં આઠ લોકોના મોત થયા હતા.ખેડૂતો પર જીપ ચઢાવી દેવાનો આરોપ આશિષ મિશ્રા પર લાગ્યો હતો. એ પછી ટોળાએ જીપના ડ્રાઈવર સહિત ચાર લોકોની હત્યા પણ કરી દીધી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).