Home News હિજાબ મામલે કુદી રહેલા પાકિસ્તાને ભારતીય રાજદ્ઘારીએ આવું રોકડું પરખાવ્યું

હિજાબ મામલે કુદી રહેલા પાકિસ્તાને ભારતીય રાજદ્ઘારીએ આવું રોકડું પરખાવ્યું

Face of Nation 10-02-2022 : કર્ણાટકમાં ઉભા થયેલ હિજાબ વિવાદ મામલે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નિવેદનબાજી પર ભારતીય દૂતાવાસે વળતો પ્રહાર કરતા જવાબ આપ્યો છે. ભારતીય અધિકારી સુરેશ કુમારે રોકડુ પરખાવતા પાકિસ્તાનને સીધુ જ કહ્યું છે કે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવતા પહેલા પાકિસ્તાનને પોતાનો રેકોર્ડ ચેક કરવો જોઈએ. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને સંવિધાન અને કાયદા-કાનૂન બરોબર અમલી છે તમારા દેશ જેવી હાલત નથી.

આપને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે હિજાબ વિવાદ પર ભારતમાં મુસ્લિમો સામે કથિત ધાર્મિક અસહિષ્ણુતા, નકારાત્મક વલણ, કલંક અને ભેદભાવ અંગે ચિંતા વ્યક્ત કરવા માટે એક ભારતીય રાજદ્વારીને બોલાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટકમાં આરએસએસ-ભાજપ ગઠબંધન દ્વારા ચલાવવામાં આવી રહેલા હિજાબ વિરોધી અભિયાનને લઈને પાકિસ્તાન ખૂબ જ ચિંતિત છે. આ એજન્ડા મુસ્લિમ મહિલાઓ સાથે અમાનવીય વ્યવહાર દર્શાવે છે.”

ન્યૂઝ એજન્સી પીટીઆઈના હવાલાથી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે “ભારત સરકારે કર્ણાટકમાં મહિલાઓ સામે ઉત્પીડનના ગુનેગારોને જવાબ આપવો જોઈએ અને મુસ્લિમ મહિલાઓની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત પગલાં લેવા જોઈએ.” જો કે આ અંગે પાકિસ્તાનના નિવેદન પર ભારતીય રાજદ્વારી સુરેશ કુમારે આક્રમકતાથી વળતો જવાબ આપ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).