Home Gujarat હરામીનાળા માં BSF નું મેગા સર્ચ ઓપરેશન, 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ

હરામીનાળા માં BSF નું મેગા સર્ચ ઓપરેશન, 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ

Face of Nation 10-02-2022 : કહાવત છે ને કે, કુતરાની પૂંછડી 12 વર્ષ જમીનમાં દાટેલી રાખો અને જ્યારે બહાર કાઢો તો વાંકીને વાકી જ. બસ આવુ જ કઈંક આપણા પડોશી દેશ પાકિસ્તાનુ પણ છે. પોતાનો દેશ ભલે પાય માલ થઈ ગયો હોય. ભલે વિશ્વ બેન્કની ભીખ પર દેશનું અર્થતંત્ર ચાલતું હોય પણ ભારતમાં આતંકી ગતી વિધીઓ કરવા માટે ગમે તે  ભોગ આપવો પડે તો આપશે. સામે ભારતનું પણ એવું જ છે, કાયમ માટે ભારતીય એજન્સી પાકિસ્તાની મેલી મુરાદો બર આવે તે પહેલા જ પોતાના દુશ્મનોને નેસ્તો નાબુદ કરી દે છે.

ફરી એક વાર પાકિસ્તાને પોત પ્રકાશવાનો પ્રયાસ કર્યો અને ભારતે તે મેલી મુરાદ બર આવવા દીધી નથી. જી હા, ક્ચ્છ સરહદે અને ખાસ કરીને હરામીનાળા તેમજ ક્રિક વિસ્તારમાં BSF દ્વારા કોઈ ચોક્કસ બાતમી કે માહિતીનાં આધારે મેગા સર્ચ ઓપરેશન છેડવામાં આવ્યું છે. BSFને મેગા સર્ચમાં મોટી સફળતા મળી છે અને સર્ચ દરમિયાન 11 પાકિસ્તાની બોટ મળી આવી છે. હજુ પણ હરામીનાળા તેમજ ક્રિક વિસ્તારમાં સર્ચ યથાવત છે. પાકિસ્તાની 11 જેટલી બોટો મળી આવતા BSFના ઉચ્ચ અધિકારીઓ સરહદ પહોંચ્યા છે અને વધુ સર્ચ સાથે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU