Face of Nation 11-02-2022 : જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોની સંયુક્ત ટીમ પર આતંકીઓએ હુમલો કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ પર થયેલા ગ્રેનેડ હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને 4 લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આતંકી હમલા વિશે જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, બાંદીપોરામાં પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલો પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પેરામિલિટરી ફોર્સ (CRPF)ની સંયુક્ત ટીમ પર કરવામાં આવ્યો હતો.
હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. શહીદની ઓળખ SPO ઝુબેદ અહેમદ તરીકે આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરોની શોધમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને શોધખોળ શરૂ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
https://www.youtube.com/watch?v=dhxLwdpguqU