Home News પાવી જેતપુર:છોટાઉદેપુર જિલ્લામાં મુશળાધાર વરસાદ ,નદી-નાળા છલકાયાં

પાવી જેતપુર:છોટાઉદેપુર જિલ્લામાં મુશળાધાર વરસાદ ,નદી-નાળા છલકાયાં

ડભોઇ તાલુકાના ભીલાપુર ગામની સીમમાં વીજ પોલનો કરંટ લાગતા ભેંસનું મોત થયું
કમલાવાસન પ્રાથમિક શાળાના બોરખાડ કોઝ-વે પર બાઈક તણાયું પણ શિક્ષિકાનો આબાદ બચાવ થયો
નસવાડી તાલુકાના પાલા ગામની મહિલા મેણ નદીમાં તણાઈ જતાં તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી

Face Of Nation:પાવી જેતપુરમાં સવારે 8-12માં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો
ભીખાપુરા ખાતે કોતરમાં પાણી આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
જિલ્લામાં ઠેર ઠેર કોતર કોઝવે પર પાણી ફરી વળતા લોકો અટવાયા હતા.

પાવી જેતપુર: પાવીજેતપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે આખો દિવસ વરસાદે વિરામ લીધો હતો. શનિવારે સવારના 8 વાગ્યાથી વરસાદે વરસવાનું ચાલુ કર્યું હતું. ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોરના 12 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.આ વરસાદને પગેલ પંથકના નદી નાળા પણ છલકાઈ ગયા હતા. કેટલાક કોઝ-વે ઉપરથી પાણી પસાર થઈ ગયા હતા. પાવીજેતપુર તાલુકાનાં ઉત્તર વિભાગના કોતરોમાં પાણી આવતા કોઝ-વે ઉપર પાણી ફરી વળ્યાં હતા.

પાવી જેતપુર તાલુકાના સેલવાથી જાંબા વચ્ચે આવેલા કોતરમાં પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયો હતો. જેને લઈને લો લેવલ કોઝ-વે ઉપરથી પાણી પસાર થતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. જ્યારે ભીખાપુરાના છેવાડે આવેલા ગુણીયલ કોતરમાં પણ પાણી ખૂબ વધી ગયું હતું. જેને પગલે રસ્તો બંધ થઈ જતાં ઉપરના મુવાડા, ચૂલી, વિરપુર, સમડી વગેરે ગામોના આ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગુણીયલ કોતરના પાણી કોઝ-વે પરથી પસાર થતાં મુવાડા, ચૂલી, વીરપુર, સમડી વગેરે ગામના બાળકો ભીખાપુરાની શાળામાં અભ્યાસ કરવા આવ્યા હતા. તેઓને પરત ઘરે જવા માટે ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. તેઓએ જીવના જોખમે કોઝ-વે પસાર કરવાની ફરજ પડી હતી. મહત્વની વાત એ છે કે જિલ્લામાં આવા લો લેવલના કોઝ-વે ઘણી જગ્યાએ આવેલા છે. જ્યાં હાલ વરસાદની સીઝનમાં પાણી કોઝ-વે પરથી પસાર થઈ જાય છે. ત્યારે પાણીથી ભરેલા કોતર પસાર કરવા માટે લોકો મજબૂર બની જાય છે. જો વહીવટી તંત્ર આગોતરું આયોજન કરીને તાત્કાલિક આવા કોઝ-વે ઉપર બંને સાઇડ પર રેલિંગ લગાવે તો લોકોને મોટા નુક્સાનથી બચાવી શકાય.

નસવાડીના ચામેઠા ગામેથી 3 ફૂટનું મગરનું બચ્યું પકડાયું
નસવાડીના ચામેઠા ગામના તળાવમાં કેટલાય સમયથી મગર દેખાતો હોય નદીમાં જંગલ ખાતા દ્વારા અનેકવાર તપાસ કરી હતી. પરંતુ મગર હાથમાં આવતો ન હતો. શુક્રવારની રાત્રે મગર વરસાદમાં બહાર આવ્યો હતો. ગ્રામજનોએ નસવાડી જંગલ ખાતાને જાણ કરી હતી. જેથી ફોરેસ્ટ ખાતાની ટીમ ઘટના દોડી અાવી હતી. મગરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. અંતે ત્રણ ફુટના મગરના બચ્ચાને પકડી પાડ્યું હતું. સાવચેતી પૂર્વક મગરના બચ્ચાને નર્મદાના તણાવમાં છોડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

કુકાવટી-વાઘિયા જોડતા કોઝ-વે પર તણાતું બાઈક લોકોએ બચાવ્યું
નસવાડ છેલ્લા બે દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં મેઘાએ જમાવટ કરી છે. ત્યારે નસવાડી તાલુકામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેના કારણે તાલુકાના નદી, કોતરો, તળાવો પાણીથી ભરાઇ ગયા છે.કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે. નસવાડીની અશ્વિન નદીમાં કુકાવટી અને વાઘિયા ગામને જોડતા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યુ હોવા છતાંય બાઈક સવાર વહેતા પાણીમાંથી પસાર થતાં પાણીના ધસમસતા પ્રવાહમાં વહેવા લાગતા તેને લોકો દોડી આવી બચાવી લીધો હતો.કોઝ વે પર પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતું હોવા છતાંય લોકો જીવના ઝોખમે અશ્વિન નદી પસાર કરતા જોવા મળ્યાં હતા.

ગુતાલ ગામથી નવગામનો બનેલ રોડ પહેલા વરસાદમાં જ તૂટી ગયો
વાઘોડીયા|વાઘોડીયા તાલુકાના ગુતાલ ગામથી નવગામ તરફ જતો ડામરનો રોડ હાલમાં થોડા દિવસ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. વાઘોડીયામાં પહેલા વરસાદ વરસતાની સાથે ઠેરઠેર ગાબડાઓ પડી ગયા છે. આ રોડ પર બનાવેલ નાળા પાસેનો રોડ પહેલા વરસાદના પાણીથી ધોવાઇ ગયો છે. રોડ પર મસમોટા મોટા ભૂવા પડી ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડનું પહેલા વરસાદમાં ધોવાણ થઇ ગયું છે. જેના કારણે તંત્ર દ્વારા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સ્પસ્ટ આખે દેખાઇ છે. તેવી લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

મુલધર જવા માટેનું છલિયું તૂટી જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી
બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં બે ત્રણ દિવસથી જામેલા ચોમાસાને લીધે કોતર અને નદીઓમાં વરસાદી પાણીનો ધોધ વહેતો જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાય ઠેકાણે કોઝવે ચોમાસા દરમ્યાન અવરજવર માટે જોખમી બન્યા છે તે મુજબ બોડેલી તાલુકાનાં મુલધર અને ટીમ્બી જવાના માર્ગે મેરીયા નદી પર નું છલીયુ એકજ વરસાદી પાણીમાં ધોવાઈ ગયું છે.આ છલિયંુ એક તરફથી વરસાદી પાણી આવવાથી તૂટી ગયું છે. જેથી ચોમાસામાં મુલધર અને ટીમ્બીનાં ગ્રામજનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડશે.ખાસ કરીને બાળકો માટે આવા છલીયા ક્યારેક જોખમી બની શકે છે.