Home Uncategorized સૂર્યમાળામાં સર્જાયુ પ્રચંડ વિદ્યુત ચુંબકીય તોફાન, 49 સેટેલાઈટ નષ્ટ

સૂર્યમાળામાં સર્જાયુ પ્રચંડ વિદ્યુત ચુંબકીય તોફાન, 49 સેટેલાઈટ નષ્ટ

Face of Nation 12-02-2022 : સૂર્યમાળામાં અચાનક  સર્જાયેલા પ્રચંડ વિદ્યુત ચુંબકીય તોફાનોની પ્રચંડ થપાટથી અંતરીક્ષમાં ગોળ ગોળ  ફરતા 40 જેટલા સેટેલાઇટ્સ બળીને ભસ્મી ભૂત થઇ ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. આ માહિતી બ્રિટનના હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ખગોળ-ભૌતિકશાસ્ત્રી  જોનાથન ક્રિસ્ટોફર  મેકડોવેલે  આપી હતી.  જોનાથન મેકડોવેલે  એવી માહિતી પણ આપી હતી કે  આ તમામ 40 સેટેલાઇટ્સ હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેટેલાઇટ્સ હતા.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા હજી એક સપ્તાહ પહેલાં જ કુલ 49 સેટેલાઇટ્સ તરતા મૂકાયા હતા. જોકે સૂર્યનાં ભયંકર  વિદ્યુત  ચુંબકીય  તોફાનોથી આ 49માંથી 40 સેટેલાઇટ્સ એક સાથે બળીને  ભસ્મ થઇ ગયા હોય તેવી આ પહેલી ઘટના  છે.

તમામ 40 સેટેલાઇટસ તેની ભ્રમણકક્ષામાંથી બહાર ફેંકાઇને અંતરીક્ષમાં દૂર દૂર   ફંગોળાઇ ગયા હતા.  જોકે આ તમામ 40   સેટેલાઇટ્સ પૃથ્વીના વાતાવરણમાં જ બળીને ભસ્મ થઇ ગયા હોવાથી કોઇ જોખમ સર્જાયું નહોતું.  સૂર્યમાં સર્જાયેલા ભયંકર વિદ્યુત ચુંબકીય તોફાનોની અસરથી પૃથ્વીના વાતાવરણના ઉપરના પટ્ટામાં  થાય છે.

સૂરજના વિદ્યુત ચુંબકીય   તોફાનોની  પ્રચંડ  થપાટથી  આ પટ્ટામાં  ફરતા સેટેલાઇટ્સ તેની   ભ્રમણકક્ષામાંથી કાં તો બહાર ફેંકાઇને નીચેની ભ્રમણકક્ષામાં આવી જાય અથવા સંપૂર્ણપણે બળીને ભસ્મ થઇ જાય. સ્પેસ  એક્સના જમીન પરનાં કેન્દ્રોએ તે તમામ  સેટેલાઇટ્સને તેની મૂળ   ભ્રમણકક્ષામાં   ફરીથી   ગોઠવવા ઘણા પ્રયાસ કર્યા હોવા છતાં  સફળતા મળી નહોતી.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).