Home Gujarat લ્યો કરો વાત ! યમનથી આવેલ ભેજાબાજ અમદાવાદમાં બનાવતો હતો AK-47ના પાર્ટસ

લ્યો કરો વાત ! યમનથી આવેલ ભેજાબાજ અમદાવાદમાં બનાવતો હતો AK-47ના પાર્ટસ

Face of Nation 12-02-2022 :  યમનથી પિતાની સારવાર કરાવવાનાં બહાના સહ અમદાવાદ આવેલો અબ્દુલ અજીજ અલઅઝઝાની નામનો શખસ AK-47 ગનના પાર્ટ બનાવતો આમદાવાદમાથી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચને સ્થળ પરથી AK-47 રાયફલના અલગ અલગ પાર્ટસ બનાવવાના કોમ્પ્યુટરાઈઝડ ગ્રાફિક્સ અને એન્જિનિયારિંગ કંપનીના અલગ-અલગ કેટલોગ પણ મળ્યા છે. આરોપી આખી ગન બનાવવાની જગ્યાએ અલગ અલગ પાર્ટ બનાવીને પોતાના દેશ યમનમાં મોકલતો હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાંચે AK-47 ના એક- બે નહીં પરંતુ 22 પાર્ટસ કબજે કર્યા છે.

ક્રાઈમ બ્રાન્ચ તરફથી મળેલી વિગતો પ્રમાણે યમનનો નાગરિક અબ્દુલ અજીજ અલઅઝઝાની પોતાના પિતાના મેડિકલ ગ્રાઉન્ડ પર મેડિકલ વિઝા મેળવીને ભારત આવ્યો હતો. સારવાર મેળવીને તેના પિતા પરત જતા રહ્યાં બાદ, પોતે અમદાવાદની અલગ અલગ જીઆઇડીસીમાં AK-47 અને તેનાથી હાઈ રેન્જની રાયફલ બનાવવા માટેનું કામ કરતો હતો તેણે રૂપિયા કમાવવા માટે ખતરનાક પ્લાન ઘડયો હતો. તે યમનમાં પોતાના ખાસ મિત્ર મુનિર મહંમદ કાસીમના કહેવાથી 17 નવેમ્બરે ભારત આવી ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને 10મી ફેબ્રુઆરીએ સાંજે નિકોલ રીંગરોડ પાસે આવેલ હોટલ સ્કાય ઈન ટુ ના રૂમ નં 211માં રાયફલના અલગ અલગ પાર્ટસ બનાવવાના કોમ્પ્યુટરાઈઝડ ગ્રાફિક્સ, એન્જિનિયારિંગ કંપનીના અલગ અલગ કેટલોગ મળ્યા હતાં. આરોપી પાસે રાયફલના પાર્ટ્સ પોતાની પાસે રાખવાનું તથા ખરીદ વેચાણ કરવાનું, પાર્ટ્સ આયાત નિકાસ કરવાનું કોઈ લાયસન્સ તથા આ રાયફલના પાર્ટ્સ ભારતમાં બનાવી યમનમાં મોકલવા માટે તેના મિત્ર મુનીર મહંમદ કાસીમે જણાવ્યું હતું. બન્નેએ એકબીજાની મદદથી ગુનાહીત કાવતરૂ રચ્યું હતું.

આ આરોપીએ અત્યાર સુધી કેટલા હથિયારના પાર્ટ બહાર મોકલ્યા તેની તપાસ ક્રાઇમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ આરોપીને રાજકોટનો ટ્રાન્સલેટર મળ્યો હતો. આરોપીએ અમદાવાદની જીઆઇડીસીમાં આ હથિયારના પાર્ટ બનાવ્યાં હતાં તેની ડાઈઝ પણ મળી આવી છે યમનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં હથિયારોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. જેથી હથિયારો માટે અનેક પાર્ટની જરૂર હોય છે, જે પાર્ટ અમદાવાદમાં બનાવવા માટે આવતા હતા

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).