Home Crime પોલીસે બળાત્કાર પીડિતાને ‘પઢાવી’ – આસારામ, હાઈકોર્ટે IPS અધિકારીને સમન્સ પાઠવ્યું

પોલીસે બળાત્કાર પીડિતાને ‘પઢાવી’ – આસારામ, હાઈકોર્ટે IPS અધિકારીને સમન્સ પાઠવ્યું

Face of Nation 12-02-2022 : “બાર વર્ષે બાવો બોલે” ગુજરાતીની આ કહાવત પ્રમાણ જો કે, આ કહેવાતો બાવો થોડા વર્ષ વહેલુ બોલી રહ્યો છે. જી હા વાત થઈ રહી છે, કહેવાતો સાધુ અને હાલ બળાત્કાર અને હત્યા જેવા સંગીન મામલામાં જેલમાં છે તે આસારામ વિશે આસારામ ફરી આળસ મરડી બેઠો થયો હોય તેમ સક્રિય થયો છે. જી હા, અને આ કારણે જ રાજસ્થાન હાઈકોર્ટે બળાત્કારના કેસમાં સ્વયંભૂ ગોડમેન આસારામ બાપુની સજાને પડકારતી અપીલને પગલે ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીને સમન્સ પાઠવ્યું છે. આસારામે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે પીડિતાને પોલીસે શીખવ્યું હતું અને તે પોલીસના કહેવા પર જ નિવેદન આપી રહી છે. કોર્ટે IPS અધિકારીને તેમના પુરાવા રેકોર્ડ કરવા માટે સમન્સ પાઠવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આસારામને 2013માં એક આશ્રમમાં સગીર બાળકી પર બળાત્કાર કરવા બદલ ટ્રાયલ કોર્ટે 2018માં આજીવન કેદની સજા ફટકારી હતી, અને હાલ તે સજા કાપી રહ્યો છે. જો કે આસારામ દ્વારા પોલીસ સામે આક્ષેપ કરતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા જયપુરના એડિશનલ પોલીસ કમિશનર અજય પાલ લાંબાને હવે 7 માર્ચે કોર્ટમાં સાક્ષી તરીકે હાજર થવા માટે કહેવામાં આવ્યું. છે.

આસારામના વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, કિશોરીની જુબાની IPS અધિકારી દ્વારા કરવામાં આવેલા વીડિયો રેકોર્ડિંગને કારણે પ્રભાવિત હોય શકે છે. આસારામે દલીલ કરી છે કે પીડિતાના કથિત અપરાધ દ્રશ્યનું ગ્રાફિક વર્ણન – આસારામના ખાનગી ક્વાર્ટર, ‘ઝૂંપડી’ વિગેરે જ્યારે IPS ત્યાં કામ કરતા હતા ત્યારે તે સ્થળના કરાયેલા વિડિયો રેકોર્ડિંગથી પ્રભાવિત થઈ શકે છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).