Home Uncategorized “ગુજરાતી શીખો” અભિયાન ચલાવતી અને ફેસબુકમાં 103 લાઈક ધરાવતી અમેરિકી સંસ્થાએ વિજય...

“ગુજરાતી શીખો” અભિયાન ચલાવતી અને ફેસબુકમાં 103 લાઈક ધરાવતી અમેરિકી સંસ્થાએ વિજય રૂપાણીનું બહુમાન કર્યું !

Face of Nation 13-02-2022 : અમેરિકામાં અનેક લોકોએ હિન્દૂ, ગુજરાતી, ભારતીયને નામે સંસ્થાઓ ખોલી છે. આમાંથી કેટલાય લોકો ચુસ્ત ભાજપી છે. આ એવા લોકો છે કે જે, પોતાના સંતાનો સહીત પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા છે અથવા તો અમેરિકા સ્થાયી થવા આવ્યા છે અને મહેનત કરીને અમેરિકી સરકારને ટેક્સ પે કરી રહ્યા છે પરંતુ વાહવાહી મોદીની અને ભાજપની કરી રહ્યા છે. જો કે ખરેખર તેમનામાં એટલો જ દેશ પ્રેમ કે એટલી જ ભાજપ કે મોદી કે ભારતના કોઈ પણ રાજકીય પક્ષ કે નેતા માટે લાગણી હોય તો અમેરિકા છોડીને પરત ભારતમાં જતું રહેવું જોઈએ. વિદેશમાં રહીને દેશની ભક્તિ નિર્થક છે. આ લોકો જો એવું માની રહ્યા હોય કે મોદીની આગેવાનીમાં દેશ પ્રગતિના પંથે છે તો ખરેખર તેમના સંતાનોને પણ ભારત મોકલી દેવા જોઈએ. ખેર ! આ બધી બાબતો વ્યક્તિગત છે. અમેરિકામાં ગુજરાતી શીખો અભિયાન ચલાવતી અને ફેસબુકમાં માત્ર 103 લાઈક ધરાવતી સંસ્થાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને પત્ની અંજલિ રૂપાણી સાથે બોલાવીને બહુમાન કર્યું છે.
આ સંસ્થાએ રૂપાણીના બહુમાન કાર્યક્રમને યુટ્યુબ ઉપર મુક્યો હતો જેને 77 લોકોએ નિહાળ્યો હતો. રૂપાણી દંપતીનો થયેલો આ જાજરમાન બહુમાન કાર્યક્રમમાં વિજયભાઈએ કહ્યું હતું કે, રાજકારણમાં જાડી ચામડીના લોકો હોય પરંતુ મારી સરકાર ઋજુ લોકોની સરકાર હતી. એક તરફ પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં પોલીસ તંત્ર સામે જમીનો ખાલી કરાવવાના હવાલા લેવાના વિવાદ ચાલી રહ્યા છે તો બીજી તરફ પોતાના બહુમાન કાર્યક્રમમાં વિજય રૂપાણીએ હાસ્યાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મે ગુજરાતમાં નરેન્દ્ર મોદી જેવી ઇમાનદારીથી જ કામ કર્યુ છે.
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું એકાએક રાજીનામું લેવાઇ ગયાનો મુદ્દો માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નહીં પરંતુ રાજકારણની દૂનિયામાં દૂર દૂર સુધી ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. રાજીનામા બાદ ભુતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકીય પ્રભુત્વને લઇને જાત જાતના સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે અમેરિકાના લોસ એન્જલસ ખાતે એક સમાજિક સંસ્થા દ્વારા ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્નીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જાણે કે, અમેરિકી સંસ્થાએ આ પ્રકારની કામગીરી કરીને એવું ચિત્ર ખડું કર્યું હતું કે, રૂપાણીએ એવા સુંદર કામ કર્યા કે અમેરિકી ગુજરાતી સંસ્થાને બહુમાન કરવાનો વિચાર આવ્યો.
‘ગુજરાતીસ ઓફ નોર્થ અમેરિકા’ (ગોના) દ્વારા અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાયેલા રૂપાણી દંપતીના સન્માન સમારોહ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મે મારા ગુજરાતના પાંચ વર્ષના મુખ્યમંત્રીકાળમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇમાનદારીથી કામ કર્યુ છે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સતત વિકાસની હરણફાળ ભરી રહી છે. ગુજરાતમાં હું 2016થી 2021 સુધી મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતો, ત્યારે મારી સરકાર ટ્રાન્સપરન્સી – ઇમાનદારી, નિર્ણાયક સરકાર એટલે ત્વરિત નિર્ણય, સંવેદનશીલતા અને વિકાસશીલ કામગીરી આમ ચાર પાયાના મુદ્દાઓ પર ચાલી છે
ખેર ! ઉદ્ઘાટનો કરવામાં જ અગ્રેસર અને ઉદ્ઘાટન કરનારા મુખ્યમંત્રી તરીકેની છાપ ધરાવનારા વિજય અને અંજલિ રૂપાણીનું અમેરિકામાં બહુમાન થયું તે આ દંપતી માટે ગૌરવસમાન છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://youtu.be/dhxLwdpguqU