Home Uncategorized Exclusive : 2011-2013માં મોદી ગુજરાતના CM હતા ત્યારે વાઇબ્રન્ટ સમિટમાં ABG શિપયાર્ડે...

Exclusive : 2011-2013માં મોદી ગુજરાતના CM હતા ત્યારે વાઇબ્રન્ટ સમિટમાં ABG શિપયાર્ડે 9500 કરોડના MOU કર્યા

Face of Nation 14-02-2022 : નામ બડે ઔર દર્શન ખોટે નામની કહેવત સાર્થક હવે ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટ કરી રહી હોવાનું લાગી રહ્યું છે. આ સમિટમાં કરવામાં આવતા MOU પ્રજાને આંકડાની માયાજાળમાં ભરમાવવા અને બિઝનેશમેનોને કરોડોની લોનો લેવા માટે પ્રમાણપત્ર તરીકે આપવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. દેશના સૌથી મોટા કૌભાંડ તરીકે જાહેર થયેલા ગુજરાતના એબીજી ગ્રુપની એબીજી શિપયાર્ડે 2011 અને 2013 દરમ્યાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં 9500 કરોડના MOU કર્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ MOUના આધારે લોન લઇ લઈને કંપનીએ મસમોટું કૌભાંડ કર્યું છે. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે જ વાઇબ્રન્ટ સમિટમાં કરોડોના એમઓયુ કરીને એબીજી ગ્રુપે બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. 2011માં 2500 કરોડ અને 2013માં 7 હજાર કરોડના MOU આ કંપનીએ કર્યા છે.2011માં થયેલ એમઓયુ
એબીજી શિપયાર્ડ લિમિટેડ જહાજ નિર્માણ અને સમારકામ માટે જાણીતું છે. તે ગુજરાતના સુરત અને દહેજમાં તેના યાર્ડ ધરાવે છે. આ ગ્રુપની કંપની એબીજી શિપયાર્ડ સામે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)એ ગુનો દાખલ કર્યો છે. સીબીઆઈએ 22,842 કરોડની નાણાકિય ગેરરીતિ આચરી હોવાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બેન્કો સાથે દેશનું સૌથી મોટું કૌભાંડ આચરાયું હોવાની સીબીઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કેસમાં નોંધવામાં આવ્યું છે કે કંપની દ્વારા 2012-17 દરમિયાન જે નાણાં મળ્યાં તેનો ગેર ઉપયોગ કરવામાં આવ્યો છે. સીબીઆઈના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ નાણાં મેળવવા માટે 2011 અને 2013 દરમ્યાન ગુજરાત સરકાર પાસે કરવામાં આવેલા 9 હજાર 500 કરોડના એમઓયુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ 28 જેટલી બેંકો અને નાણાકીય સંસ્થાઓ કથિત કૌભાંડનો ભોગ બની છે. સીબીઆઈની એફઆઈઆરમાં જણાવાયું છે કે, આ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ જે હતુ માટે આપવામાં આવ્યું હતું તેના કરતાં અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી છે. બેંકનું કહેવું છે કે, કંપની પર રૂ. 2,925 કરોડનું દેવું છે. અન્ય બેંકોમાં ICICI બેંક (રૂ. 7,089 કરોડ), IDBI બેંક (રૂ. 3,634 કરોડ), બેંક ઓફ બરોડા (રૂ. 1,614 કરોડ), PNB (રૂ. 1,244 કરોડ અને IOB (રૂ. 1,228 કરોડ)નો સમાવેશ થાય છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલો આ સૌથી મોટો બેંક ફ્રોડ કેસ છે. દેશની સૌથી મોટી બેંક, એસબીઆઈના નેજા હેઠળના લેણદારોના સમૂહે કરેલ ફરિયાદને આધારે સીબીઆઈએ અગ્રવાલ ઉપરાંત તત્કાલિન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર્સ અશ્વિની કુમાર અગ્રવાલ, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય એક કંપની એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડનું નામ આઈપીસી અને પીએમએલએ કાયદાના ઉલ્લંઘન બદલ કેસમાં નોંધવામાં આવ્યું છે.

ABG શિપયાર્ડ અંગે :
ગુજરાતના દહેજ અને સુરતમાં કંપનીના શિપબિલ્ડિંગ કારખાનાં ધરાવતી એબીજી શિપયાર્ડ 2010માં વેસ્ટર્ન ઈન્ડિયા શિપયાર્ડના અધિગ્રહણ સાથે ભારતના સૌથી મોટા અલંગ ધરાવતું એકમ બની. 2011-12થી કંપની કટોકટીની સ્થિતિમાં આવી છતાં 2011 અને 2013માં તેણે વાઇબ્રન્ટ સમિટમાં 9500 કરોડના એમઓયુ કર્યા અને તેને આધારે બેંકો પાસેથી લોનો મેળવી. CDR હેઠળ બેંકોએ અગાઉ લીધેલ રકમમાંથી અમુક રકમ જતી કરી નવું ફંડ ઉમેર્યું અને દેવાને ઈક્વિટીમાં રૂપાંતરિત કર્યું. 2013માં 22 લેણદારોએ કોર્પોરેટ ડેટ રીસ્ટ્રકચરિંગનો રસ્તો અપનાવ્યો ત્યારબાદ કંપનીનો હવાલો લેણદારોના હાથમાં આવ્યો અને 18 મહિનાની મુદતી શરતે નવું રોકાણ થયું. 2015માં પીપાવાવ ડિફેન્સને ખરીદવા માટે ABG શિપયાર્ડે પ્રયત્ન કર્યો જો કે, અનિલ અંબાણી સમૂહે બાજી મારી હતી. ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ દર્શાવે છે કે 2012-17ની વચ્ચે આરોપીઓએ સાથે મળીને કંપનીના નાણાંભંડોળનું ડાયવર્ઝન, ગેરઉપયોગ અને વિશ્વાસ ભંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી હતી. અમદાવાદમાં 1986માં સ્થપાયેલ આ ABG સમૂહની ફડચામાં ગયેલ આ કંપની 22 લેણદારોમાંથી સૌથી વધુ દેવું આઈસીઆઈસીઆઈ બેંકને ચૂકવવાનું બાકી છે જેણે રૂ. 4400 કરોડ, એસબીઆઈના રૂ. 678 કરોડ અને બેંક ઓફ બરોડાના રૂ. 1168 કરોડ ફસાયેલા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

“ગુજરાતી શીખો” અભિયાન ચલાવતી અને ફેસબુકમાં 103 લાઈક ધરાવતી અમેરિકી સંસ્થાએ વિજય રૂપાણીનું બહુમાન કર્યું !

https://youtu.be/dhxLwdpguqU