Face of Nation 16-02-2022 : ભારતે પોતાના નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ આપી છે. કિવમાં ભારતીય એમ્બેસીએ ભારતીય નાગરિકોને, ખાસ કરીને યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવા કહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ યુદ્ધમાં ફેરવાઈ જવાની સંભાવનાને કારણે આ સલાહ આપવામાં આવી છે. આ તણાવને કારણે અમેરિકા, બ્રિટન, નોર્વે, જાપાન, લાતવિયા અને ડેનમાર્કે પહેલેથી જ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા જણાવ્યું છે.
ભારતીય એમ્બેસીએ એડવાઈઝરી જાહેર કરી છે
ભારતીય એમ્બેસીએ યુક્રેનમાં હાજર ભારતીયોને યુક્રેન છોડવા માટે એડવાઈઝરી પત્ર મોકલ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં વર્તમાન અનિશ્ચિત વાતાવરણને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને યુક્રેન છોડીને હંગામી ધોરણે ઘરે પરત ફરવાની સલાહ આપવામાં આવી રહી છે. પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોએ કોઈપણ જરૂરી કામ વગર યુક્રેન ન જવું જોઈએ,અને ત્યાં હાજર નાગરિકોએ પણ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ.
યુક્રેન પર રશિયાના હુમલાના વધતા જોખમની અસર ભારત પર પણ થઈ રહી છે. યુક્રેન ખાતેની ભારતીય એમ્બેસીએ ભારતીયોને અપીલ કરી છે કે તેઓ દેશ છોડીને નીકળી જાય. એમ્બેસી તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે ખાસ કરીને એ વિદ્યાર્થીઓ ભારત પરત જતા રહે, જેમનું યુક્રેનમાં રોકાવું બહુ જરૂરી નથી. આ ઉપરાંત ભારતીય નાગરિકોને યુક્રેનના પ્રવાસે ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).