Home Gujarat ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા : નિયમો જાહેર – 50 માર્કના MCQ; લેપટોપ,...

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા : નિયમો જાહેર – 50 માર્કના MCQ; લેપટોપ, ડેસ્ક ટોપ કે સ્માર્ટ ફોનના ઉપયોગને મંજૂરી અપાઈ

પરીક્ષા દરમિયાન ઓનલાઈન ફોન કોલ કે અન્ય કોઈ પણ નોટિફિકેશન રિસિવ-એક્સેપ્ટ કરનારા સામે કાર્યવાહી થશે
25 ફેબ્રુઆરીએ મોક ટેસ્ટ લેવામાં આવશે

Face of Nation 17-02-2022 : ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની સેમિસ્ટર 1ની 28મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ઓનલાઈન પરીક્ષાની ગાઈડ લાઈનની જાહેરાત કરવામાં આવી છે. આની સાથે સાથે ઓનલાઈન પરીક્ષાના ગુણભારની પણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઓનલાઈન પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓ વેબકેમ સાથેનું લેપટોપ, વેબકેમ સાથેનું ડેસ્ક ટોપ, સ્માર્ટ ફોન સહિતના ઈલેકટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ કરી શકશે.

ઓનલાઈન પરીક્ષા બહુવિકલ્પી (એમસીક્યુ) આધારિત રહેશે. ઓનલાઈન પરીક્ષા વધુમાં વધુ કુલ 50 ગુણની રહેશે. જે અંતર્ગત પ્રતિ પ્રશ્ન એક ગુણનો રહેશે અને આ એક પ્રશ્નનો ગુણ એક મિનિટમાં પ્રતિ પ્રશ્ન રહેશે. પરીક્ષામાં મેળવેલા ગુણ ઉપરથી પ્રમાણિત કરીને 70માંથી પ્રાપ્ત ગુણની ગણતરી કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ચાલુ થાય તે પહેલા, પરીક્ષા ચાલુ થવાના 20 મિનિટ પહેલા લોગ ઈન કરવાનું રહેશે. આ પરીક્ષા નિયત સમયપત્રકમાં દર્શાવેલ નિયત સમયે શરૂ થશે અને પૂર્ણ થશે. મોડા લોગ ઈન થનારને વધારાનો સમય મળશે નહી.

વિદ્યાર્થીઓ પાઠયપુસ્તક (ટેકસ્ટબુક) કે બહારના કોઈ પણ સ્ત્રોત દ્વારા મેળવેલી કોર્સ નોટનો ઉપયોગ કરી શકશે નહી. વધુમાં વધુ ઉમેદવારોની તસવીરનું સિસ્ટમ દ્વારા રેકોર્ડિંંગ થાય છે. આ બાબત ઉમેદવારે ધ્યાનમાં રાખવાની રહેશે. આથી પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને પોતાની જગ્યા ન છોડવા માટે સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે. આ પ્રકારની કોઈ પણ વર્તણૂકને તાત્કાલિક અસરથી ગેરવર્તન તરીકે રેકોર્ડ કરવામાં આવશે. પરીક્ષા સ્થગિત કરવામાં આવશે.

ટ્રાયલ ટેસ્ટ, મોક ટેસ્ટ, ફાઈનલ ઓનલાઈન પરીક્ષા સમયે જો મુશ્કેલી જણાય તો નામ, એનરોલમેન્ટ નંબર, મોબાઈલ નંબર અને મુશ્કેલી, વિસંગતતા જણાવતો ઈમેલ કરવાનો રહેશે.

25 ફેબ્રુઆરીએ મોક ટેસ્ટ લેવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા 28મી ફેબ્રુઆરીએ શરૂ થાય તે પહેલા 25મી ફેબ્રુઆરીએ મોક ટેસ્ટ યોજવામાં આવશે. આ મોક ટેસ્ટ આપવી ફરજીયાત છે. આ મોક ટેસ્ટ આપી હશે તો જ 28મી ફેબ્રુઆરી,2022થી શરૂ થનાર ઓનલાઈન પરીક્ષા આપી શકશે. મોક ટેસ્ટ અને ફાઈનલ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).