Home News અનલૉક વચ્ચે નવો ખતરો : જાણો ઓમિક્રોનથી કેટલો ખતરનાક

અનલૉક વચ્ચે નવો ખતરો : જાણો ઓમિક્રોનથી કેટલો ખતરનાક

મહાનગરોમાં ખતમ થઈ રહી છે ત્રીજી લહેર
નવા વાયરસથી ડરવાની જરૂર નથીઃ વાયરોલોજિસ્ટ
ટેસ્ટિંગ, ટ્રેસિંગ,વેક્સિનેશનના નિયમોનું પાલન જરૂરી

Face of Nation 17-02-2022 : ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર મહાનગરોમાંથી ખતમ થઈ રહી છે. સરકારની સાથે જોડાયેલા એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે બુધવારે કહ્યું છે કે મહામારી નબળી પડવાની સાથે રાજ્યોની પાબંધીઓમાં ઢીલ આપવાનું શરૂ કરાયું છે. હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ સરકારે તમામ પાબંધીઓ હટાવી છે. દિલ્હીમાં પણ આવનારા અઠવાડિયામાં રાહત મળી શકે છે. આ સમયે યૂકેમાં ડેલ્ટા અને ઓમિક્રોનના વેરિઅન્ટના કોમ્બિનેશનથી બનેલા ડેલ્ટાક્રોન સ્ટ્રેન નવી ચિંતાના રૂપમાં સામે આવ્યો છે.

મહાનગરોમાં ખતમ થઈ રહી છે કોરોનાની ત્રીજી લહેર

કેન્દ્રના સાયન્ટિસ્ટના અનુસાર મહાનગરમા કોરોનાની ત્રીજી લહેર ખતમ થવાના આરે છે. આવનારો સમય શાંતિપૂર્ણ રહેશે. જો વાયરસના રૂપમાં કોઈ મોટો ફેરફાર નથી થતો તો ઉછાળાનું કોઈ કારણ જોવા મળી શકતું નથી. ભારતની વાત કરીએ તો મોટા ફેરફાર ઓછા નથી. એવામાં ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. કોરોનાથી બચાવની કામગીરીમાં સાવધાનીનું પાલન કરવાનું રહેશે. આ વાયરસ ગમે ત્યારે ખતરો વધારી શકે છે.

દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ખતમ

દિલ્હીમાં કોરોના મહામારીથી બીમાર દર્દીની સંખ્યા સતત ઘટી રહી છે. એક્સપર્ટનું માનવું છે કે મહામારી હવે ખતમ થવાના આરે છે. અનેક હોસ્પિટલમાં કોરોના દર્દીની સંખ્યા શૂન્ય છે. ડોક્ટર્સનું પણ માનવું છે કે વાયરસ તો ખતમ થવાનો નથી પણ જીવનની સાથે ચાલતો રહેશે. મ્યૂટેશન પણ થશે પણ ક્રોસ ઈમ્યુનિટી મળતી રહેશે. જેના કારણે પહેલા જેવા ગંભીર પરિણામો મળશે નહીં.

શું કહે છે સ્વાસ્થ્ય સચિવ

તેઓએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રિય યાત્રીઓ માટે નવા નિયમ લાગૂ કરાયા છે. તેમને માટે અનિવાર્ય ક્વોરન્ટાઈનને ખતમ કરાયું છે. આ માટે રાજ્ય યોગ્ય પગલા લે. આજે મહામારી ખતમ થવાના આરે છે તો ધ્યાન રાખવું જરૂરી છે કે અનેક રાજ્યોએ અનેક પ્રતિબંધ લગાવ્યા હતા. કોરોનાની સ્થિતિને સતત મોનિટર કરવી જરૂરી છે અને સતત ઈન્ફેક્શન રેટ પર નજર રાખવી જરૂરી છે. આ માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટ, વેક્સિનેશન અને બચાવના નિયમોનું પાલન જરૂરી છે.

આ રાજ્યો થયા છે અનલોક, ખૂલી શાળાઓ

હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, ગુજરાત અનલોક થઈ ચૂક્યા છે અને અહીં 17 ફેબ્રુઆરીથી તમામ શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સમયે તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવાયું છે. ઉત્તરાખંડમાં પણ નાઈટ કર્ફ્યૂનો સમય ઓછો કરાયો છે. જિમ, શોપિંગ મોલ, સિનેમા હોલ, સ્પા, થિયેટર, ઓડિટોરિયમ સંપૂર્ણ ક્ષમતા સાથે ખૂલશે. આ સિવાય સ્વિમિંગ પૂલ, વોટરપાર્ક, રેલીઓ અને ધરણા પ્રદર્શન પર પાબંધી રહેશે.

ડેલ્ટાક્રોને વધારી ચિંતા

ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સથી બનેલા ડેલ્ટાક્રોનને લઈને દુનિયાભરમાં ચિંતા વધી છે. જો કે દેશના પ્રમુખ વાયરોલોજિસ્ટે કહ્યું છે કે ડરવાની જરૂર નથી. ઓમિક્રોનની તુલનામાં આ સ્ટ્રેનથી કોઈ વધારે ખતરો નથી. SARS-CoV-2માં રી કોમ્બિનેશન એવું નથી જેવું ઈન્ફ્લુએન્ઝામાં જોવા મળે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)