Home Uncategorized વિશેષ અહેવાલ : મોદીનું સૂત્ર ખોટું પાડી રહ્યું છે ભાજપ, “કોંગ્રેસ મુક્ત...

વિશેષ અહેવાલ : મોદીનું સૂત્ર ખોટું પાડી રહ્યું છે ભાજપ, “કોંગ્રેસ મુક્ત ભારત”ને બદલે “કોંગ્રેસ યુક્ત ભાજપ” થઇ રહ્યું છે

Face of Nation Special Report 18-02-2022 : કોંગ્રેસમાંથી છૂટી પડેલી નેતાગીરીઓ ભાજપના માંચડે બેસી રહી છે. જો કે મોદીના ગુજરાત શાસન બાદ અત્યાર સુધીનું રાજકીય ચિત્ર જોઈએ તો એમ ચોક્કસ કહી શકાય કે, ભાજપના નેતૃત્વમાં પાયાના કાર્યકરો સાઈડ લાઈન રહ્યા અને કોંગ્રેસી ફાવી ગયા. નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું સૂત્ર આપી વિકાસ માટે ભાજપને મત આપવા લોકોને હાકલ કરી હતી. જો કે તે સમયે કદાચ મોદી અજાણ હશે કે આવતીકાલે એવું રાજકીય ગણિત મંડાશે કે, કોંગ્રેસ મુક્ત ભારતને બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ બની જશે. જો કે આવતીકાલે કદાચ રાહુલ ગાંધી પણ ભાજપમાં જોડાઈ જાય અને ભાજપ તેને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી દે તો ભાજપીઓ રાહુલ ગાંધીની આરતી ઉતારવામાં કશું જ બાકી ન રાખે. પ્રજા પણ ભાજપનો થપ્પો લાગી ગયા બાદ રાહુલ ગાંધીને આવકારે, રાહુલ ગાંધીએ ખરેખર આ દિશામાં વિચાર કરવો જોઈએ અને પ્રજાનો પ્રવાહ જે તરફ વહી રહ્યો હોય તે તરફ જયઘોષ સાથે ઉતરી જવું જોઈએ એમ પણ કેટલાક લોકો માનવા લાગશે.
ખેર ! રાજકીય ગણિતને આજદિન સુધી કોઈ સમજી શક્યું નથી કે સમજી શકશે પણ નહિ તેમાંય ખાસ કરીને જ્યારથી નરેન્દ્ર મોદીનો રાજકારણમાં ઉદય થયો ત્યારથી એક નવા જ રાજકીય ચિત્રો દોરવાની શરૂઆત થઇ. આ ચિત્રો કદાચ એવા દોરાયા અને આગામી સમયમાં પણ દોરાશે કે જેની કોઈએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે કોઈ કલ્પના પણ કરી શકશે નહીં. આગામી સમયમાં પ્રજાને એવા રાજકીય ખેલ જોવા મળશે કે જે કદીયે વિચાર્યા પણ હશે નહીં. ગુજરાતમાં કોંગ્રસ તોડ રાજનીતિ શરૂ થઈને આખા ભારતમાં પ્રસરી ગઈ છે. ભાજપ પાસે હવે માત્ર એક જ રસ્તો હોય એમ જાણે કે, કોંગ્રેસ સહીત વિરોધી પક્ષના નેતાઓને તોડવામાં આવી રહ્યા છે અને ભાજપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શામ, દામ અને દંડની નીતિ અપનાવીને પણ કેટલાક નેતાઓને ભાજપમાં લાવી ચૂંટણી લડાવી રાતોરાત નેતા બનાવી દીધાના દાખલાઓ છે.
ગુજરાતના સુરતમાં આમ આદમી પાર્ટીએ ભાજપની ઊંઘ હરામ કરતા જ કેન્દ્રીય નેતાગીરી હચમચી ઉઠી હતી. તેવામાં આમ આદમી પાર્ટીએ ગાંધીનગરના કમલમ ખાતે દેખાવો યોજ્યા હતા જેને હથિયાર તરીકે ઉપયોગ કરીને ભાજપે કેટલાય આમ આદમી પાર્ટીના નેતાઓને ખંખેરી લીધા હતા અને ભાજપનો ભગવો પહેરાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ભાજપ તંત્રનો ઉપયોગ કરવામાં કોઈ કસર બાકી રાખતું નથી. તે ચાહે પોલીસ તંત્ર હોય, ઇન્કમટેક્સ વિભાગનું તંત્ર હોય કે પછી અન્ય કોઈ એવી સંસ્થાઓ હોય કે જેને સરકારી પગાર ચુકવવામાં આવતો હોય.
ગુજરાતમાં કોંગ્રેસની મોટાભાગની મજબૂત નેતાગીરીને તોડીને ભાજપે પોતાના પક્ષમાં પ્રવેશ આપી દીધો સાથે જ કેટલાકને તો પદ અને નેતાગીરી પણ સોંપી દીધી. જેવું જેનું કદ હતું એનાથી પણ વધુ તેને ભાજપમાં સ્થાન આપીને ભાજપના પ્રચારમાં અને કોંગ્રેસને વખોડવા માટે જોતરી દેવામાં આવ્યા. જો કે પ્રજાએ આવા પક્ષ પલટુઓને સમજવાની જરૂર છે. જે પક્ષે ઓળખ, નેતાગીરી અને પદ આપ્યું હોય છતાં તેને વફાદાર ન રહેનારા લોકો પ્રજા પાસે કેમના વફાદાર રહેવાના ? કેટલાક અપવાદો બાદ કરતા મોટાભાગના તમામ રાજનેતાઓનો એક જ મંત્ર હોય છે કે, “પ્રજાનું જે થવું હોય તે થાય આપડે પૈસા કમાઓ અને જે પક્ષ પૈસો-પ્રતિષ્ઠા બેઉ આપે એની પડખે બેસી જાઓ” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

ચૂંટણી સંગ્રામ : અમિત શાહે ફ્લોપ રોડ શો બંધ કરવાનું કહ્યું અને મહેંગાઈ ડાયન ગીત ઉપર નરેન્દ્ર મોદીનો વિડીયો વાયરલ, જુઓ Video

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU