Home Uncategorized ચૂંટણીની રાજકીય રમત ? : બ્લાસ્ટ કેસના ચુકાદા કરતા મોદી ઉપરના ષડયંત્રને...

ચૂંટણીની રાજકીય રમત ? : બ્લાસ્ટ કેસના ચુકાદા કરતા મોદી ઉપરના ષડયંત્રને વધારે સ્થાન અપાયું !, 2010ની ચાર્જફ્રેમ અત્યારે કેમ ?

Face of Nation 18-02-2022 : મીડિયાને ગોદી મીડિયા કે ભાજપી મીડિયા કે મોદી મીડિયા તરીકેના અનેક થપ્પા લાગી ચુક્યા છે. આ વાત કડવી છે પણ સત્ય છે કે, સત્તાના અને મોદીના પ્રભાવમાં મીડિયા તેની નૈતિકતા અને તેની તટસ્થતા ગુમાવી ચુક્યું છે. કેટલાક મીડિયા હાઉસો તો જાહેરાતની લાલચમાં જાણે કે રીતસર સત્તાની ભક્તિમાં તલ્લીન થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના અમદાવાદમાં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનો આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો. જે ચુકાદાને સાઈડમાં મૂકીને મોદી ઉપરના કાવતરાને વધારે સ્થાન આપવામાં આવ્યું છે. યુપી, પંજાબમાં ચૂંટણીની મોસમ છે સાથે જ ગુજરાતમાં ચૂંટણી આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે તેવામાં મોદી ઉપરના હુમલાને વધુ પડતો કે જરૂરિયાત કરતા વધુ ચર્ચાસ્પદ બનાવવો તેને એક રાજકીય રમત કહેવામાં કોઈ બે મત નથી.
અમદાવાદ શહેરમાં 26 જુલાઈ 2008ના રોજ કરવામાં આવેલા સિરિયલ બ્લાસ્ટના 49 દોષિતોને સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી છે. સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ અંબાલાલ આર.પટેલે સજા સંભળાવી હતી. જેમાં 38ને ફાંસીની સજા જ્યારે 11ને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા આપી છે. જો કે આ કેસમાં એક આજે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કેસના એક આરોપીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું પણ ષડયંત્ર કર્યું હોવાનો ખુલાસો થયો છે.
આ અંગે છેલ્લા ઘણા સમયથી સતત સરકારી વકીલ પદે યથાવત રહેલા સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “2010માં આરોપીઓ સામે કરવામાં આવેલા તહોમતનામામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું પણ ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે.” જો કે આ તહોમત નામું 15 ફેબ્રુઆરી, 2010માં ફરમાવવામાં આવ્યું હતું. જે તહોમત નામામાં થયેલા નરેન્દ્ર મોદી ઉપરના કાવતરાની બાબત પણ રજૂ કરવામાં આવી હતી અને તે સમયે મીડિયાએ તેને સમાચારમાં દર્શાવ્યું પણ હતું. જો કે 2010 બાદ આશરે 11 વર્ષ પછી સરકારી વકીલને પણ કેમ બ્લાસ્ટ કેસના ચુકાદા કરતા નરેન્દ્ર મોદી ઉપરના હુમલાના નિવેદનમાં વધારે રસ રહ્યો તે પણ એક પ્રશ્ન છે.

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આપેલા નિવેદનને અહીં રજૂ કરવામાં આવ્યું છે. સાંભળો બ્લાસ્ટ કેસના ચુકાદા સમયે સરકારી વકીલે શું કહ્યું ?

https://www.youtube.com/watch?v=nu77oY40Ons

અત્યાર સુધી જાહેર કરાયેલા મોદીની હત્યાના ષડયંત્રો :
વર્ષ 2004માં અમદાવાદના નોબલનગર ટર્નિંગ પાસે મુંબઈની વતની ઇશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેમાં ઇશરત જહાં અને તેના સાથીઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2012માં પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો હતો. મણિનગરના પોલીસ કોન્સ્ટેબલ વિનય યાદવના હત્યારા વિકારુદ્દીન અને અમઝદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાને અંજામ આપવા અમદાવાદ આવ્યા હોવાનો ઘટસ્ફોટ ગુજરાત પોલીસે કર્યો હતો.
25 સપ્ટેમ્બર 2009ના રોજ રામોલ પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનના દિવસે જ મોદીની હત્યા કરવા બાઇક ઉપર હથિયારો સાથે નીકળ્યા હતા, પરંતુ મોદીની સિક્યોરિટી તેમજ પોલીસ બંદોબસ્ત જોઈને બંનેને કાવતરું પડતું મૂકવાની ફરજ પડી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://youtu.be/dhxLwdpguqU