Home News શિક્ષક- વિદ્યાર્થિનીઓનો આ વીડિયો જોઇને તમે પણ થઇ જશો એકદમ ઇમોશ્નલ, જુઓ...

શિક્ષક- વિદ્યાર્થિનીઓનો આ વીડિયો જોઇને તમે પણ થઇ જશો એકદમ ઇમોશ્નલ, જુઓ Video

Face of Nation 24-02-2022 : વીડિયોમાં વિદ્યાર્થીનીઓ ગુલાબના ફૂલ સાથે મેડમને સરપ્રાઇઝ ફેરવેલ આપે છે. વિદ્યાર્થિનીઓએ પ્રખ્યાત બોલીવૂડ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’નું ફેમસ ગીત ‘તુજ મેં રબ દીખતા હૈ’ પણ ગાયું હતું.

માતા-પિતા સિવાય જો ઇશ્વરની સમક્ષ કોઇને દરજ્જો આપવામાં આવે છે તો તે છે ગુરૂ તે જ કારણ છે કે દરેક વિદ્યાર્થીનો પોતાના શિક્ષક સાથે એક ભાવનાત્મક સંબંધ થઇ જાય છે. પરંતુ એવો સમય પણ આવે છે, જ્યારે આપણે શિક્ષકથી અલગ થવું પડે છે અને તે સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ કઠીન અને ભાવુક કરી દેનારો હોય છે.

આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ટ્વિટર પર શેર કરાયેલા આ વિડીયોમાં જોઇ શકાય છે કે, અમુક વિદ્યાર્થિનીઓ તેમના ટીચરને આંખો બંધ કરીને ગાર્ડનમાં લાવે છે. જ્યારે ટીચર પોતાની આંખો ખોલે છે, તો તેની સામે ઘણી બધી વિદ્યાર્થીનીઓ હાથમાં ગુલાબનું ફૂલ લઇને ઘેર બનાવી બેઠેલી નજરે પડે છે.

ફીલ્મનું ગીત અને ગુલાબ સાથે ફેરવેલ

પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણામાં શૂટ થયેલ આ વિડીયો તમારા ફેવરિટ ઇન્સ્ટ્રક્ટરની યાદોને તાજી કરી દેશે. વીડિયોમાં વિદ્યાર્થીનીઓ ગુલાબના ફૂલ સાથે જમીન પર બેસેલી જોઇ શકાય છે અને તેમના મેડમને સરપ્રાઇઝ ફેરવેલ આપે છે. વિદ્યાર્થિનીઓએ પ્રખ્યાત બોલીવૂડ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’નું ફેમસ ગીત ‘તુજ મેં રબ દીખતા હૈ’ પણ ગાયું હતું. જેને જોઇને શિક્ષીકાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. ગીત ગાતા વિદ્યાર્થીનીઓએ હાથમાં ગુલાબનું ફૂલ રાખી પોતાના ઘૂંટણ પર બેસી ભીની આંખે મેડમને વિદાય આપી હતી. વિડીયોમાં જોઇ શકાય છે કે દરેક વિદ્યાર્થીની અને શિક્ષકની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી.

કેપ્શનમાં વિદ્યાર્થીનીઓની લાગણીઓ ભાવનાત્મક વર્ણવવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીનીઓ તેમના શિક્ષક પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહી છે અને તેઓએ તેમને વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકોમાંના એક તરીકે ઓળખાવ્યા હતા. વિડીયોમાં શિક્ષિકા અને વિદ્યાર્થીઓના ભાવનાત્મક દ્રશ્યો તમારી આંખમાં પણ આંસુ લાવી દેશે. વિડીયો પૂર્ણ થતા પહેલા વિદ્યાર્થીનીઓ અને શિક્ષીકા ગ્રુપમાં ભેટી પડે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).