Home Politics ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી  : નારાજ લોકોને મનાવવા પ્રયાસ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી  : નારાજ લોકોને મનાવવા પ્રયાસ

Face of Nation 24-02-2022 :  ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી સમયે એક વિચિત્ર ઘટના જોવા મળી છે. બુધવારે સોનભદ્રના રાબર્ટ્સગંજ વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય ભૂપેશ ચૌબેએ એક જાહેર સભા સમયે પ્રજાની નારાજગીને દૂર કરવા માટે હાથ જોડવા ઉપરાંત ખુરશી પર ઉભા થઈને માફી માગી અને ત્યારબાદ કાન પકડી ઉઠક-બેઠક પણ કરતા દેખાયા હતા.

રાબર્ટસગંજ વિસ્તારમાં ભાજપની એક જાહેરસભા યોજાઈ હતી. જનસભામાં રાબર્ટસગંજ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર ભુપેશ ચૌબે પણ તેમા ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તે સમયે ધારાસભ્યની નારાજ પ્રજાને માનવવા માટે એક ખાસ પ્રકારની રીત અપનાવી. નારાજ પ્રજાને મનાવવા માટે ધારાસભ્ય મંચ પર ગોઠવવામાં આવેલી ખુરશી પર ઉભા થઈ ગયા. ત્યારબાદ હાથ જોડીને માફી માગી. ત્યારબાદ કાન પકડી ઉઠક-બેઠક પણ કરવા લાગ્યા.

તેમણે પ્રજાને ખાતરી આપી કે જે ભૂલ તેમનાથી થઈ છે તે હવે નહીં થાય. સ્થાનિક લોકો આ ધારાસભ્યથી ખૂબ જ નારાજ છે. લોકોનું કહેવું છે કે ધારાસભ્ય ભૂપેશ ચૌબેએ તેમના કાર્યકાળ દરમિયાન વિકાસના કાર્યો કર્યાં નથી. માટે હવે તેઓ જાહેરમાં માફી માગી રહ્યા છે.

દરમિયાન ભૂપેશ ચૌબે સોનભદ્રની રોબર્ટસગંજ બેઠક પરથી ધારાસભ્ય છે. ભાજપે ફરી એક વખત તેમને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. ભૂપેશ ચૌબેએ તેમના પ્રચાર માટે ઝારખંડના ભૂતપુર્વ સ્વાસ્થ્ય મંત્રી અને ધારાસભ્ય ભાનૂ પ્રતાપ શાહીને બોલાવ્યા હતા.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).