Home Uncategorized રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો, લોકોમાં ડરનો...

રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો, લોકોમાં ડરનો માહોલ

Face Of Nation 24-02-2022 : રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાંની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. સામે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક મળી છે. યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વિશ્વના દેશોને ધમકી
બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેનને સહયોગ આપશો તો પરિણામ પણ ભોગવવાં પડશે. આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટ થયાના અહેવાલો છે. રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘૂસી રહી છે. પુતિને આ જાહેરાત UNSCની બેઠક વચ્ચે જ કરી હતી. રશિયા-યુક્રેન તણાવ પર જ આ બેઠક ચાલી રહી છે, હવે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
રશિયાના રાષ્ટ્રપતિએ પણ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતાં મોટી ધમકી આપી છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે ‘જે કોઈ બહારથી આમાં દખલગીરી કરવા માગે છે, જો તેઓ આવું કરશે તો તેમણે એનાં પરિણામો ભોગવવાં પડશે, જે તેણે ઇતિહાસમાં પહેલાં ક્યારેય નહીં જોયાં હોય’. પુતિને કહ્યું હતું કે રશિયા કોઈપણ ધમકીને સહન નહીં કરે અને દખલગીરી કરનારને છોડશે નહીં. તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. મને આશા છે કે તમે મને સાંભળ્યો હશે.’
વિશેષ લશ્કરી ઓપરેશન શરૂ કરી દીધું
પોતાની ઈમર્જન્સી સ્પીચમાં પુતિને કહ્યું હતું કે આ વિવાદ અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે. તેમણે (યુક્રેન) લાલ રેખા પાર કરી નાખી છે. તેમણે કહ્યું હતું કે યુક્રેન નિયો-નાઝીને સમર્થન કરી રહ્યું છે, તેથી અમે વિશેષ લશ્કરી ઓપરેશન શરૂ કરી દીધું છે. રશિયાએ પોતાના સંબોધનમાં યુક્રેનના સૈનિકોને પણ સંબોધ્યા હતા. તેણે કહ્યું હતું કે તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા. કિવ (યુક્રેનની રાજધાની)ના નાઝીઓના આદેશોનું પાલન ન કરો. તમારાં હથિયારો નીચે મૂકો અને ઘરે જાઓ. જ્યારે પુતિને નાટોને કહ્યું, આ (લશ્કરી કાર્યવાહી)નું જે પણ પરિણામ આવે, અમે તૈયાર છીએ. અમારા તરફથી તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે. પુતિને યુક્રેનિયન સૈન્યને “શસ્ત્રો નીચે” મૂકવાની પણ અપીલ કરી છે. બે લાખથી વધુ રશિયન સૈનિકો સરહદ પર તહેનાત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).