Home News જગન્નાથની 142મી રથયાત્રા,આવતીકાલે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે જેમાં પેરા મિલિટરી ફોર્સ સહિત...

જગન્નાથની 142મી રથયાત્રા,આવતીકાલે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે જેમાં પેરા મિલિટરી ફોર્સ સહિત તમામ પોલીસ કાફલો જોડાશે

જગન્નાથની 142મી રથયાત્રાના રૂટની સુરક્ષા વ્યવસ્થાનું પ્રિ-રિહર્સલ, CP સહિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા

આવતીકાલે ગ્રાન્ડ રિહર્સલ યોજાશે, તમામ પોલીસ કર્મી, પેરા મિલિટરી ફોર્સિસ જોડાશે

Face Of Nation:અમદાવાદ: 142મી રથયાત્રામાં સુરક્ષાને લઈ પોલીસ દ્વારા શહેરમાં આજે પ્રિ-રિહર્સલ યોજાયું હતું. રથયાત્રાના રૂટ પર પોલીસ કમિશનરથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રિહર્સલ કર્યું હતું. આવતીકાલે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે. જેમાં તમામ પોલીસ કર્મીઓ , પેરા મિલિટરી ફોર્સ સહિત તમામ પોલીસ કાફલો જોડાશે.
રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રૂટની સુરક્ષા 26 ભાગોમાં વહેચાઈ. SRP, CAPFની 27 ટુકડી તહેનાત કરાઈ છે. ત્રણ રથ, 19 હાથી, 100 ટ્રક, 30 અખાડા, ભજનમંડળી-બેન્ડ સહિત સાત મોટરકાર રથયાત્રામાં જોડશે. મુવીગ બંદોબસ્તની જવાબદારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે.
રથ, હાથી, ટ્રકો, અખાડા અને ભજનમંડળીની સુરક્ષની જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શિરે હોય છે. મુવીગ બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચ જેસીપી, 5 DCP, 15 ACP, 37 PI, 177 PSI સહિત રથયાત્રાન બંદોબસ્ત રેન્જોમાં વહેંચાયો છે જેમાં દરેક રેન્જમાં એસપી કક્ષાના અધિકારીને જવાબદારી સોપાઈ છે. જેમાં 8 IG, 23 DCP, 44 ACP, 119 PI એમ મળી કુલ 25000 પોલીસકર્મીઓ તહેનાત રહેશે.
રથયાત્રાના 45 સ્થળો પર 94 CCTV કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે. રૂટ પર ડ્રોનથી પણ નિરીક્ષણ કરાશે. 15 QRT ટીમ પણ તહેનાત રહેશે. 8 પોલીસ સ્ટેશનમાં મિનિ કંટ્રોલરૂમ બનાવ્યા, 17 જનસહાયતા કેન્દ્ર બનાવ્યા, રૂટ પર સીસીટીવી વાન પણ રહેશે.