Face Of Nation 24-02-2022 : અમદાવાદ નિવાસી અને હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા દ્વિતીબેન દેસાઈએ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિત આદિ દેવો સમક્ષ 1000 કિલો જામફળનો અન્નકુટ ધરાવાયો હતો. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા ખેડાના વડતાલ ધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને દેવોની પ્રસન્નાર્થે પ. પૂ. ધ. ધૂ. 1008 આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની આજ્ઞાથી, સેવાભાવી ભક્ત અમદાવાદ નિવાસી અને હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી દ્વિતીબેન દીપેશભાઈ દેસાઈ તરફથી જામફળ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વડતાલના મુખ્ય કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિને વડતાલ ખૂબ પ્રિય હતું. વડતાલમાં શ્રી હરિએ પોતાનું નિજ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું હતું. વિશ્વ વસતા પોતાના આશ્રિતો માટે આચાર સંહિતા સમાવ શિક્ષાપત્રી લખી છે. આચાર્યપદની સ્થાપના કરી છે.
જામફળના પ્રસાદનું 1340 વ્યકિતઓને વિતરણ
શ્રીહરિએ વડતાલધામના ચોકમાં ઉભા રહી કહ્યુ છે કે, જે કોઈ મનુષ્ય પ્રતિપૂર્ણિમાએ આ લક્ષ્મીનારાયણદેવ – શ્રી હરિકૃષ્ણ મહારાજના ભાવથી દર્શન કરશે તેના સર્વ મનોરથ પૂર્ણ કરશે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો શ્રીજીનો રાજીપો પ્રાપ્ત કરવા અવનવા ઉત્સવ ઉજવે છે. જેમાં અમદાવાદ નિવાસી અને હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા દ્વિતીબેન દેસાઈએ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિત આદિ દેવો સમક્ષ 1000 કિલો જામફળનો અન્નકુટ ધરાવાયો હતો. જેનો નડિયાદ, પીજ, કરમસદ, વિદ્યાનગર, આણંદ, ડાકોરમાં આવેલ ચરોતરના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ આશ્રમો, અનાથ આશ્રમો અને મહિલા આશ્રમોમાં જામફળના પ્રસાદનું 1340 વ્યકિતઓને વિતરણ કરવામાં આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).