Face Of Nation 24-02-2022 : ગુજરાતમાં કોરોના કેસો ઘટતા બે વર્ષ બાદ રાત્રિ કરફ્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેમાં આજે રાજય સરકારે અમદાવાદ અને વડોદરા શહેરમાંથી 25 ફેબ્રુઆરીથી સંપૂર્ણ રીતે કરફ્યૂ ઉપાડી લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાતમાં કોરોના કેસો ઘટતા બે વર્ષ બાદ રાત્રિ કરફ્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેમાં આજે રાજય સરકારે અમદાવાદ અને વડોદરા શહેરમાંથી 25 ફેબ્રુઆરીથી સંપૂર્ણ રીતે કરફ્યૂ ઉપાડી લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.ગુજરાતમાં સિનેમા હોલ ,જાહેરસભા, ઓડિટોરિયમ વગેરેમાં ખુલ્લી જગ્યાઓમાં ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યામાં 50 ટકા વ્યક્તિ બેસી શકે કે એકત્ર થઈ શકે એવી છૂટ આપવામાં આવી છે.
રાત્રિ કરફ્યૂમાંથી સંપૂર્ણ મુક્તિ
કોરોના કેસ ઘટતના રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ સાથે જ રાજ્યમાં અન્ય નિયંત્રણો પણ હળવા કરાયા છે. જેમાં ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 75 ટકા લોકો સાથે યોજવાની છૂટ અપાઈ છે. બંધ સ્થળે ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે. આ ઉપરાંત આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ લોકો માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત કરી દેવાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).