Face Of Nation 25-02-2022 : અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેના ઉપલક્ષમાં અડાલજમાં 27 ફ્રેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસના કાર્યક્રમમાં 15 હજારથી વધુ વિદેશથી હરિભક્તો સાથે 30 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે. જેમના માટે ભોજનથી લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
અડાલજમાં 27મીથી 5મી માર્ચ સુધી વિશેષ ઉજવણીનું આયોજન
અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે મંદિરના 200 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવશે. કોરોનાકાળમાં એક સાથે ભક્તો એકત્ર ન થાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ આયોજનની વાત કરીએ તો 200 બાય 200 ફૂટની યજ્ઞશાળા બનાવવામાં આવી છે. આ ઉપરાંત 10 વિધા જમીનમાં 50 હજાર કિલો વાંસના ઉપયોગથી વિશેષ યજ્ઞશાળા બનાવાઈ છે. જે 200 કુંડી મહામારી શમન યજ્ઞ કુંડમાં 625 દંપતીઓ વિષ્ણુયાગનો લાભ લેશે. સાથે જ કાલુપુર મંદિરનો પ્રવેશદ્વારની પ્રતિકૃતિ 100 ફૂટનો મુખ્ય પ્રવેશદ્વાર બનાવ્યો છે. અડાલજમાં અલગ-અલગ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના ઐતિહાસિક સ્થાનોને VR ટેકનોલોજીથી બતાવવામાં આવશે. એક જ હોલમાં બેસી એક સાથે 700 લોકો આ વીડિયો નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 125 વિધાના પરિસરમાં 60 વિઘા જમીનનો ગ્રીન પ્લાન્ટ બનાવ્યો છે. એક અદભુત પ્રાકૃતિક સૌંર્દય ઊભુ કરવામાં આવ્યુ છે.
વિદેશથી હરિભક્તો સાથે 30 લાખથી વધુ લોકો દર્શન લાભ લેશે
અન્ય એક ડોમમાં ઓર્ગેનિક ખેતીની પ્રોડક્ટ્સ રાખવામાં આવશે. કાલુપુર મંદિરના 200 વર્ષની ઉજવણીમાં 1 માર્ચે આધુનિક ટેકનોલોજીથી 10 હજાર ડ્રોનથી ભગવાન સ્વામિનારાયણ અને ભારતના નક્શાનું ફોર્મેશન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. જે ડ્રોન શો ગુજરાતમાં પહેલીવાર યોજાશે. આ કાર્યક્રમમાં ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 7 દિવસના કાર્યક્રમ માં 15 હજારથી વધુ વિદેશથી હરિભક્તો સાથે 30 લાખથી વધુ લોકો દર્શન લાભ લેશે. જેમના માટે ભોજનથી લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન થાય તેવી પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).