Home Uncategorized યુક્રેન સરકારે 18થી 60 વર્ષના લોકોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો

યુક્રેન સરકારે 18થી 60 વર્ષના લોકોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો

Face Of Nation 25-02-2022 : યુક્રેન પર રશિયાના હુમલાને 24 કલાક થઈ ગયા છે. અત્યાર સુધી યુક્રેનના 137 લોકોના મોત થયા છે અને 316 લોકો ઘાયલ થયા છે. તેમા યુક્રેનના સૈનિકો પણ સામેલ છે. રશિયાના હુમલાનો જવાબ આપવા માટે યુક્રેન સરકારે 18થી 60 વર્ષના લોકોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
800થી વધુ રશિયન સૈનિકોને માર્યા
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે બીજો દિવસ છે. રશિયાએ યુક્રેન પર આકાશ અને જમીન બંને તરફથી યુક્રેન પર હુમલો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ રશિયન હુમલાનો સામનો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે. ઝેલેન્સકીએ કહ્યું કે, કિવમાં ઘૂસેલી રશિયન સેનાનો પ્રથમ ટારગેટ હું જ છું. તેઓ મને મારીને દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે. યુક્રેનને રશિયાની સાથે લડાઈમાં એકલું છોડી દેવાયું છે. પ્રથમ દિવસની લડાઈમાં જ 137 લોકોનાં મોત થયા છે. યુક્રેન દાવો કરે છે કે, તેની સેનાએ 800થી વધુ રશિયન સૈનિકોને માર્યા છે. 30 રશિયન ટેન્ક અને 7 જાસૂસી એરક્રાફ્ટનો પણ નાશ કર્યો છે.
રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા
રશિયાની સેના સાથે મુકાબલો કરવા માટે યુક્રેનની સરકારે નાગરિકોને 10,000 રાઈફલો આપી છે. યુક્રેનની રાજધાની કિવમાં હજુ પણ વિસ્ફોટો ચાલુ છે. યુક્રેનની રાજધાની કિવમાં આજે સવારે 3 મોટા વિસ્ફોટ થયા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 316 લોકો ઘાયલ છે. યુએસ અહેવાલો અનુસાર, યુક્રેન પર રશિયા દ્વારા કુલ 203 હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 160 હુમલા મિસાઈલના હતા અને 83 જમીન આધારિત લક્ષ્યોને ટારગેટ કરવામાં આવ્યા હતા. જો કે યુક્રેન પર હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાની સાથે ઘરઆંગણે પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયનોએ અનેક શહેરોમાં દેખાવકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા. જેના પછી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).