Face Of Nation 25-02-2022 : રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, તેમના દેશને રશિયા સામે લડવા માટે એકલા છોડી દીધા છે. તેમણે કહ્યું કે, અમારા પડખે કોણ ઉભુ છે? મને તો કોઈ દેખાતુ નથી. યુક્રેનને નાટોની સભ્યતા અપાવવાની ગેરંટી કોણ લે છે? દરેક ડરે છે. રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કીએ તેમના આ વીડિયો મેસેજમાં પાટનગર કિવમાં રહેતા લોકોને સતર્ક રહેવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે, રશિયાએ કિવમાં પ્રવેશ કર્યો છે. આ સંજોગોમાં શહેરના નાગરિકો સતર્ક રહે અને કર્ફ્યૂનું પાલન કરે. તે સિવાય રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, રશિયાનું લક્ષ્ય નંબર વન દેશ થવાનું છે પરંતુ તે અને તેમનો પરિવાર યુક્રેનમાં જ રહેશે.
શું યુક્રેન નાટોમાં સામેલ થશે
જેલેંસ્કીએ તેમના ભાવુક સંદેશમાં કહ્યું કે, રશિયાની સરકાર મને ખતમ કરી દેવા માંગે છે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ દેશના પ્રમુખને ખતમ કરીને યુક્રેનને રાજકિય નુકસાન પહોંચાડવા માંગે છે. જેલેંસ્કીએ કહ્યું કે, તેમણે નાટોના 27 યુરોપીય નેતાઓને સીધો સવાલ કર્યો છે કે, શું યુક્રેન નાટોમાં સામેલ થશે. કોઈએ જવાબ નથી આપ્યો. દરેક લોકો ડરેલા છે. પરંતુ અમે ડરીશું નહીં. અમને કોઈ વાતનો ડર નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમને અમારો દેશ બચાવવામાં ડર નથી, અમને રશિયાનો ડર નથી, અમે રશિયા સાથે વાતચીત કરવામાં પણ નથી ડરતાં. યુક્રેન નાટોમાં સામેલ થવા માંગે છે પરંતુ રશિયા તેના વિરોધમાં છે. વર્ષ 2014માં યુક્રેનમાં રશિયા સમર્થિત સરકાર પડી ગઈ હતી. ત્યારથી યુક્રેનની સરકાર નાટોમાં સામેલ થવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ રશિયા નાટોને રશિયાની સુરક્ષા માટે જોખમ માને છે. તેથી કોઈ પણ રીતે અમને નાટોના સભ્ય બનાવા દેતા નથી.
યુક્રેન રાષ્ટ્રપતિએ રશિયાની જનતાને મદદની અપીલ કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કીએ તેમના સંબોધનમાં રશિયન નાગરિકોને પણ મદદની અપીલ કરી છે. આ દરમિયાન તેમણે રશિયન ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે, મેં આજના દિવસની શરૂઆત રશિયન સંઘના રાષ્ટ્રપતિને ફોન કરવાથી કરી છે. પરંતુ જવાબમાં મને મૌન મળ્યું. જે ખરેખર ડોનબસમાં હોવુ જોઈએ. તેથી હું રશિયાના દરેક નાગરિકને સંબોધન કરવા માંગુ છું. અમે 2,000 કિમી લાંબી આંતરીક સીમાથી વહેચાયેલા છીએ. તેની એક બાજુ તમારા 2 લાખ સૌનિક અને 1 હજાર સશસ્ત્ર વાહન છે. તમારા નેતૃત્વએ તેમને બીજા દેશમાં જવાની સહમતી આપી છે. આ નિર્ણય એક મોટા યુદ્ધમાં બદલાઈ શકે છે. કોઈપણ કારણ, કોઈપણ ઉશ્કેરતી વાત, તણખલું બધુ સળગાવીને રાખ કરી શકે છે. તમને કહેવામાં આવ્યું છે કે, આ આગ યુક્રેનના લોકોને આઝાદી અપાવશે પરંતુ યુક્રેનના લોકો સ્વતંત્ર જ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).