Home Gujarat ધો.10માં પ્રથમ વખત ગણિતની બે પરીક્ષા અલગ-અલગ દિવસે લેવાશે

ધો.10માં પ્રથમ વખત ગણિતની બે પરીક્ષા અલગ-અલગ દિવસે લેવાશે

Face Of Nation 25-02-2022 : ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ આ વર્ષે 28મી માર્ચથી 12મી એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધો.10માં પ્રથમ વખત ગણિતની બે પરીક્ષા અલગ-અલગ દિવસે લેવામાં આવશે. આ વર્ષે ધોરણ-10 બોર્ડની પરીક્ષા માટે 87% વિદ્યાર્થીઓની બેઝિક ગણિત પસંદ કર્યું છે. જ્યારે 13% વિદ્યાર્થીઓ સ્ટન્ડર્ડ ગણિતમાં પરીક્ષા આપશે.
28મી માર્ચથી 12મી એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 9,25,575 વિદ્યાર્થીઓમાંથી 8,02,396 વિદ્યાર્થીઓની પસંદ બેઝિક ગણિત પસંદ કર્યું છે. મહત્વનું છે કે, અત્યાર સુધી ધોરણ 10માં ગણિતમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ નપાસ થતા હતા. જેને લઈને શિક્ષણ શાસ્ત્રીઓના અભ્યાસ બાદ સરકારે પ્રથમ વખત 2 ગણિત બોર્ડમાં દાખલ કર્યા હતાં. આ વર્ષે બોર્ડમાં સ્ટન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતની પરીક્ષા લેવાશે. જેને લઈને મોટાભાગના વિદ્યાર્થીઓએ સામાન્ય ગણિતમાં પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).