Face Of Nation 25-02-2022 : IPL 2022ની શરૂઆત 26 માર્ચથી થશે અને ટૂર્નામેન્ટની ફાઈનલ 29 મેના રોજ રમાશે. આ અંગે શુક્રવારે આયોજિત IPLની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જેમાં જણાવાયું હતું કે લીગ સ્ટેજ માટે તમામ 70 મેચ મહારાષ્ટ્રમાં રમાશે, જ્યારે 55 મેચ મુંબઈ અને 15 પુણેમાં આયોજિત થશે. 20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે 15 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
10 ટીમોને 2 ગ્રૂપમાં વિભાજિત કરાઈ
2011 પછી IPL ઈતિહાસમાં બીજીવાર તમામ 10 ટીમોને 2 અલગ-અલગ ગ્રુપમાં રખાઈ છે. જેના ગ્રૂપ-Aમાં મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સને રખાયા છે. જ્યારે ગ્રૂપ-Bમાં ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સને સ્થાન મળ્યું છે. આ લીગમાં દરેક ટીમે પોતાના ગ્રૂપમાં એકબીજા વિરૂદ્ધ 2 વાર રમવાની તક મળશે, જ્યારે બીજા ગ્રુપમાં કોઈપણ એક ટીમ વિરૂદ્ધ 2 મેચ રમવાની રહેશે. તો બીજી બાજુ અન્ય 4 ટીમો સામે 1-1 મેચ રમવી પડશે. લીગ સ્ટેજમાં દરેક ટીમે 14-14 મેચ રમવાની રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).