Face Of Nation 25-02-2022 : નવા શહેરના નિર્માણકાર્યમાં પ્રથમ બાદશાહે કિલ્લાની દીવાલ ચણવાનો આદેશ આપ્યો. દિવસ દરમિયાન અથાક મહેનતે ગોઠવાતી ઈંટો અને ચણાતી દિવાલ, રાત પડતા જ ક્કડભૂસ થઈ જતી. એમ કહેવાતું કે જયારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગુંથતા તો કિલ્લાની દિવાલ ઉભી થઈ જતી અને રાત્રે તેમાંથી જેવો દોરો ખેંચી લેતા કે દિવાલ ઢળી પડતી. સાબરમતી નદીના કિનારે વસેલુ અમદાવાદ શહેર આજે વિકાસનો પર્યાય બનતુ જઇ રહ્યુ છે. જો કે અમદાવાદની સ્થાપનાથી તેના વિકાસવંતુ બનવા પાછળ લાંબો ઇતિહાસ છે.અમદાવાદ શહેરને જ્યારે વસાવવામાં આવ્યું અને તેનો સૌપ્રથમ પાયો હાલના એલિસબ્રિજના કિનારે નાખવામાં આવ્યો હતો. 26મી ફેબ્રુઆરી 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઇ હતી.
“માણેક બુરજ’ નામ આપવામાં આવ્યું
ચાર અહેમદ અને ગુરુ માણેકનાથજી સાથે અહેમદ શાહે શહેરના કિલ્લાની દિવાલોનું નિર્માણ શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. જયાંથી કિલ્લાની દિવાલને ચણવાની શરૂઆત કરવામાં આવી, તે બુરજને દૂરદર્શી સંત માણેકનાથજીની કાયમી સ્મૃતિ તરીકે “માણેક બુરજ’ નામ આપવામાં આવ્યું. સુલતાન અહેમદશાહની ઈચ્છા હતી કે જે લોકોએ ક્યારેય પણ બપોરની નમાજ ન છોડી હોય તેવા લોકોને હાથે અહમદાબાદની સ્થાપના કરાવવી, જે કારણસર ચાર લોકોએ અમદાવાદની સ્થાપના કરી અને હાલમાં એલિસબ્રિજના પૂર્વ છેડે જ્યાં માણેક બુરજ છે ત્યાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ અને ત્યારબાદ ભદ્રનો કિલ્લો બાંધવામાં આવ્યો
સરખેજ સ્થિત એક સુફી સંતની સલાહ
નવા શહેરના નિર્માણકાર્યમાં પ્રથમ બાદશાહે કિલ્લાની દીવાલ ચણવાનો આદેશ આપ્યો. દિવસ દરમિયાન અથાક મહેનતે ગોઠવાતી ઈંટો અને ચણાતી દિવાલ, રાત પડતા જ ક્કડભૂસ થઈ જતી. એમ કહેવાતું કે જયારે દિવસના સમયે માણેકનાથજી સાદડી ગુંથતા તો કિલ્લાની દિવાલ ઉભી થઈ જતી અને રાત્રે તેમાંથી જેવો દોરો ખેંચી લેતા કે દિવાલ ઢળી પડતી. આ ઘટનાનાં થોડા દિવસો બાદ બાદશાહે સરખેજ સ્થિત એક સુફી સંતની સલાહ માગી. સૂફી સંતે બાદશાહને ગુરુ માણેકનાથજીનાં આશીર્વાદની અનિવાર્યતા સૂચવી. બાદશાહે સંપૂર્ણ આદરભાવ સાથે માણેકનાથજીનાં આશિષ પ્રાપ્ત કર્યા અને તેમણે શહેરનાં નિર્માણકાર્યમાં દિશાસૂચક થવા વિનંતી કરી. માણેકનાથજીએ બાદશાહને સલાહ આપી કે “તમારો હેતુ યોગ્ય છે અને તમે શહેરનું સંચાલન કરવા સક્ષમ પણ છો. પરંતુ, ભૂમિપૂજનનું સ્થળ અને સમય યોગ્ય ન હોવાથી આ શહેર ક્યારેય પ્રગતિ કે સમૃદ્ધિ સાધી શકે નહી.” આમ, માણેકનાથજીના જ સૂચનો મુજબ મોહમ્મદ ખટ્ટે શહેરનાં નકશાનું પુનઃનિર્માણ કર્યું.
શહેરમાં અનહોની અને હોનારતો નોતરી શકે
આજે 600 વર્ષ પછી પણ કેટલાય શ્રદ્ધાળુઓનું દ્રઢપણે માનવું છે કે, બૂરજને થતી સામાન્ય ક્ષતી પણ શહેરમાં અનહોની અને હોનારતો નોતરી શકે છે. એલિસબ્રીજનાં નવનિર્માણ સમયે બૂરજનાં અમુક ભાગને તોડી પાડવામાં આવ્યો હતો અને પછી તરત જ અમદાવાદ, માનવસર્જિત અકસ્માતો અને પૂર, રમખાણ, મહારોગ, ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં સપડાઈ ગયું. ત્યાં સુધી કે જ્યાં સુધી આ બૂરજનું ઐતિહાસિક મહત્વ અને ધાર્મિક માહત્મય અમદાવાદ દ્વારા ફરી શોધવામાં ના આવ્યું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).