Face Of Nation 26-02-2022 : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો મુદ્દો હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચા સ્થાને છે. કેટલાક દેશના વડાપ્રધાનોએ આ મામલે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે હાલ ભારતીય મીડિયાએ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા દેખાડવામાં કોઈ કસર બાકી રાખી નથી. હાલનો સમય એવો છે કે, વૈશ્વિક નેતાઓની હોડ સાઈડમાં રાખીને બે દેશને યુદ્ધમાંથી બચાવવા, જેના માટે વિશ્વના તમામ દેશો પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે પરંતુ કોઈ દેશના મીડિયા એવો દાવો નથી કરતા કે તેમના દેશના વડાપ્રધાન વૈશ્વિક નેતા છે અને રશિયા કે યુક્રેન તેમની સલાહ માને છે. યુક્રેનના રાજદૂતે ભારત પાસે મધ્યસ્થી થઈને યુદ્ધ ન થાય તેવા પ્રયાસ કરવા વિનંતી કરી હતી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિન સાથે ટેલિફોનિક ચર્ચા તો કરી પરંતુ પુતિને યુદ્ધ કરવાના કારણોની સમજ મોદીને આપી હતી અને તેના વળતા જવાબમાં મોદીએ તેમને સમજાવવા બદલ પ્રશંસા કરી હતી અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મદદ માટે કહ્યું હતું.
પુતિનની રશિયન સરકારે જાહેર કરેલી પ્રેસ નોટ પ્રમાણે, નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઇ હતી. આ ચર્ચામાં વ્લાદિમીર પુતિને ડોનબાસ નાગરિકો સામે કિવની આક્રમક કાર્યવાહી અને અને મિન્સ્ક કરારોને તોડી પાડવાની લાંબા સમયથી ચાલી રહેલી વિનાશક નીતિનું સૈદ્ધાંતિક મૂલ્યાંકન આપ્યું હતું. આ સંજોગોમાં અને યુએસ દ્વારા તથા નાટો સહયોગીઓ દ્વારા યુક્રેઇનમાં સૈન્યની હાજરી વિસ્તૃત કરવામાં આવી હતી જે રશિયા માટે અસ્વીકાર્ય હતી. જેને લઈને એક વિશેષ લશ્કરી કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના જવાબમાં નરેન્દ્ર મોદીએ તેમની આ સમજૂતીની પ્રશંસા કરી હતી અને યુક્રેનમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મદદ માટે કહ્યું હતું જેના જવાબમાં પુતિને મોદીને જણાવ્યું હતું કે, આ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવશે.
મોદીએ યુદ્ધને રોકવા મામલે કે વાતચીત કરવા માટે રશિયન પ્રમુખને કોઈ પણ પ્રકારની વાતચીત કરી નથી. છતાં ભારતીય મીડિયાએ મોદીની ટેલિફોનિક ચર્ચાને અલગ રીતે જ રજૂ કરી છે તો કેટલાક મીડિયા હાઉસોએ મોદીને વૈશ્વિક નેતા બનાવી દીધા છે તે ઘણી આશ્ચર્યજનક બાબત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).