Home News ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા 2026 સુધીમાં 100 કરોડથી વધુ હશે : સર્વે

ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા 2026 સુધીમાં 100 કરોડથી વધુ હશે : સર્વે

Face Of Nation 26-02-2022 : ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં વાયરલેસ ટેલિકોમ સબ્સક્રાઇબર એટલે કે મોબાઇલ ફોન યૂઝર્સની સંખ્યામાં 25 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં જૂન 2021માં 7 કરોડ યૂઝર્સ હતા જેમાંથી ઘટી ડિસેમ્બરમાં તે સંખ્યા 6.74 કરોડ થઈ ગઈ છે. આ 6 મહિનાના ગાળામાં તમામ સર્વિસ પ્રોવાઇડરના સબ્સક્રાઇબરમાં ઘટાડો નોંધાયો છે.
સૌથી વધુ સબ્સક્રાઇબર વોડાફોન-આઇડિયાના 9.95 લાખ ઘટ્યા
સૌથી વધુ સબ્સક્રાઇબર વોડાફોન-આઇડિયાના 9.95 લાખ ઘટ્યા જ્યારે સૌથી ઓછા બીએસએનએલના 2.10 લાખ ઘટ્યા છે. રિલાયન્સ જિઓના 9.21 લાખ સબ્સક્રાઇબર ઘટ્યા હોવા છતાં હજુ પણ તે રાજ્યમાં સૌથી વધુ ગ્રાહક સંખ્યા ઘરાવતી સર્વિસ પ્રોવાઇડર કંપની છે. સમાન સમયગાળામાં દેશમાં પણ મોબાઇલ યૂઝર્સમાં ધરખમ 2.62 કરોડનો ઘટાડો નોંધાયો છે. શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઘટાડો સામાન્ય વધુ છે. દેશમાં જૂનમાં 118.08 કરોડ સબ્સક્રાઇબર હતા જ્યારે ડિસેમ્બરમાં તે 115.46 કરોડ થઈ ગયા છે.
દેશમાં 2021માં લગભગ 75 કરોડ સ્માર્ટફોન યૂઝર્સ
બીજી તરફ, ભારતમાં વર્ષ 2026 સુધીમાં 100 કરોડ સ્માર્ટફોન યૂઝર્સ હશે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ સક્ષમ ફોન વેચવામાં આવશે. ડેલૉઇટના એક અધ્યયન મુજબ દેશમાં 2021માં લગભગ 75 કરોડ સ્માર્ટફોન યૂઝર્સ હતા. આગામી પાંચ વર્ષમાં ભારત દુનિયાનું બીજું સૌથી વધુ સ્માર્ટફોન નિર્માતા બનવા માટે તૈયાર છે. ડેલૉઇડના 2022 ગ્લોબલ ટીએમટી (ટેક્નોલોજી, મીડિયા, એન્ટરટેનમેન્ટ, ટેલિકોમ)નું અનુમાન છે કે 2026 સુધી સ્માર્ટફોન બજાર 100 કરોડ યૂઝર્સ સુધી પહોંચશે.આ વૃદ્ધિ 2021 અને 2026ની વચ્ચે શહેરી વિસ્તારોમાં 2.5 ટકાની વૃદ્ધિની તુલનામાં ગ્રામ્ય વિસ્તારોમાં 6 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરથી સંચાલિત થવાની આશા છે. ઇન્ટરનેટને અપનાવવાથી સ્માર્ટફોનની માંગ વધવાની આશા છે, તે વધતી માંગ ફિનટેક, ઇ-વેલ્થ અને ઇ-લર્નિંગને અપનાવવાની જરૂરિયાતથી પ્રેરિત છે. ભારતનેટ કાર્યક્રમ હેઠળ 2025 સુધી તમામ ગામોને ફાઇબર-ઓપ્ટ કરવાની સરકારની યોજના ગ્રામ્ય માર્કેટમાં ઇન્ટરનેટ-સક્ષમ ઉપકરણોને પણ પ્રોત્સાહન આપશે.
2026માં શહેરી માર્કેટમાં 95 ટકા ફેરફાર નવા સ્માર્ટફોનમાં હશે
ડેલૉઇટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2026માં શહેરી માર્કેટમાં 95 ટકા ફેરફાર નવા સ્માર્ટફોનમાં હશે જ્યારે 2021માં માત્ર 5 ટકા પ્રી-ઓન્ડ ફોન હશે જ્યારે ક્રમશ: 75 ટકા અને 25 ટકા ફેરફાર હશે. દેશમાં સ્માર્ટફોનની માંગ 2021માં 30 કરોડથી વધીને 2026માં 40 કરોડ સુધી, 6 ટકાની વૃદ્ધિની આશા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).