Face Of Nation 26-02-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. રશિયા તરફથી હુમલો ચાલુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો અને વાટાઘાટો દ્વારા રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. યુદ્ધના ત્રીજા દિવસે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનમાં રહેણાંક ઇમારત પર રશિયાની સેનાએ મિસાઇલ હુમલો કર્યો છે. વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. આ પહેલા રશિયાએ મેલિટોપોલ શહેર પર હુમલો કરીને તેના પર કબજો કર્યો હતો. આ દરમિયાન યુક્રેને 3,500 રશિયન સૈનિકો, 02 ટેન્ક, 14 એરક્રાફ્ટ અને 8 હેલિકોપ્ટરને નષ્ટ કર્યાનો દાવો કર્યો છે. જ્યારે, આ તરફ પરિસ્થિતિને જોતા અમેરિકાએ યુક્રેનને રશિયા સામે લડવા માટે 600 મિલિયન ડોરલની સુરક્ષા સહાય આપવાની જાહેરાત કરી છે.
UNSCમાં રશિયા સામે નિંદાનો પ્રસ્તાવ પાસ કરાયો
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. શનિવારે રાજધાની કિવ સહિત યુક્રેનના તમામ મહત્વના શહેરોમાં વિસ્ફોટ થયા છે. રશિયાના સૈનિકો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે અને યુક્રેનિયન સૈનિકો સાથે તેમની સામ-સામે લડાઈ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યુક્રેને 300 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલા 2 વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા સામે નિંદાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરોધમાં 1 મત પડ્યા હતા. ભારત, ચીન અને UAEએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
યુક્રેન સરહદ નજીક અમેરિકાના 3 વિમાનો જોવા મળ્યા
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ અમેરિકન એરક્રાફ્ટ યુક્રેન સરહદ નજીક રોમાનિયા એરસ્પેસમાં જોવા મળ્યા છે. આ ત્રણેય વિમાન 3 કલાકથી ઉડાન ભરી રહ્યા છે. આમાંથી એક વિમાન ગુપ્ત માહિતી એકત્ર કરી રહ્યું છે. જ્યારે 2 મિડ એર રિફ્યુઅલિંગ ટેન્કર છે.
યુક્રેનની રાજધાની કીવમાં શુક્રવારે વિસ્ફોટો થતા રહ્યા. હજારો યુક્રેનવાસીઓએ સબવે અને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં રાત વિતાવી. ખાવાપીવાની ચીજોની અછત થવા લાગી. રશિયન હુમલાના જવાબમાં યુક્રેનની સેના પણ જોરદાર મુકાબલો કરી રહી છે. યુક્રેન પર હુમલા અંગે આજે UNSCમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ રજૂ કરાયો. ભારત, ચીન અને યુએઈ વોટિંગમાં સામેલ ન થયા. નિંદા પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરુદ્ધમાં એક વોટ પડ્યો છે. રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કરીને પ્રસ્તાવ ફગાવી દીધો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).