Home Uncategorized રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પર ભારતે મત ન આપ્યો તો યુક્રેને સુરક્ષા પરિષદમાં...

રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પર ભારતે મત ન આપ્યો તો યુક્રેને સુરક્ષા પરિષદમાં રાજકીય સમર્થન માટે વિનંતી કરી

Face Of Nation 26-02-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત અને ત્યાની પરિસ્થિતિ અંગે જાણ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાસે રાજકીય સમર્થનની માગ કરી છે અને આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પર ભારતે મત ન આપ્યો તો યુક્રેને સુરક્ષા પરિષદમાં રાજકીય સમર્થન માટે વિનંતી કરી હતી. 15 સભ્યોની સુરક્ષા પરિષદના આ પ્રસ્તાવની તરફેણમાં 11 વોટ મળ્યા હતા. ભારત, ચીન અને UAEએ તેનો વિરોધ કર્યો હતો. ભારતે ઠરાવ પર વોટિંગ ટાળીને સ્પષ્ટતા જાહેર કરી હતી.
રહેણાંક ઇમારતોને મોટું નુકસાન
યુક્રેન પર હુમલાના ત્રીજા દિવસે રશિયાએ દાવો કર્યો છે કે તેણે 800 જેટલા યુક્રેની સૈન્ય અડ્ડાઓ પર તબાહી સર્જી છે. આ પૈકી 14 સૈન્ય હવાઈ વિસ્તાર, 19 કમાન્ડ પોસ્ટ, 24 S-300 એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ તેમ જ 48 રડાર સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુક્રેનની નૌકાદળની 8 નૌકાનો પણ સર્વનાશ વાળી દીધો છે. આ ઉપરાંત યુક્રેનમાં રહેણાંક ઇમારત પર રશિયાની સેનાએ મિસાઇલ હુમલો કર્યો છે. વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે પુતિને અમારા 198 લોકોને માર્યા છે તેમાં ત્રણ બાળકો પણ છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરી છે અને UNSCમાં સમર્થન આપવાની માગ કરી છે.
અમેરિકા કે નાટો તરફથી કોઈ મદદ મળી નથી
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1,000 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સમગ્ર યુદ્ધમાં યુક્રેન એકલું પડી ગયું છે. યુદ્ધ પહેલા અમેરિકા (America) અને યુરોપિયન દેશો જે યુક્રેનની તરફેણમાં બોલતા હતા તે હવે દૂર થઈ ગયા છે. યુદ્ધના બે દિવસ પછી પણ યુક્રેનને અમેરિકા કે નાટો તરફથી કોઈ મદદ મળી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નિવેદન આપ્યું છે કે મુશ્કેલીની આ ઘડીમાં બધાએ અમને છોડી દીધા છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).