Face Of Nation 27-02-2022 : શનિવારે તો યુક્રેનના સૈનિકોએ હવામાં ફાયરિંગ કર્યું. યુવતીઓને અપશબ્દો કહી રહ્યા છે. આ ફાયરિંગમાં ગોળી વાગી ગઈ તો જવાબદારી કોની..? આટલું બોલીને મનિષાબેન રડી પડે છે. જ્યારે શિવમ નાયકના સાથી સંબંધી સિદ્ધ નાયક પોલેન્ડ બોર્ડરથી એન્ટ્રી કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે યુક્રેનના બંદૂકધારી સૈનિકોએ ભારતીય સ્ટુડન્ટ્સને રોક્યા અને કહ્યું, તમને આગળ જવા દેવા એવી કોઈ સૂચના તમારી એમ્બેસી તરફથી મળી નથી. અને આમ પણ તમને તો યુક્રેનની બહાર નહીં જવા દઈએં, કારણ કે ઈન્ડિયાએ યુક્રેનની મદદ નથી કરી.
કોઈને ગોળી વાગી જાય તો જવાબદાર કોણ?
મનિષાબેન વાત આગળ વધારતાં કહે છે, બીજા દિવસથી તો મારા દીકરા સાથેનો સંપર્ક થઈ શકતો નથી. ફોન બંધ થઈ ગયા છે. નેટ નથી. માઈનસ 15 ડિગ્રી તાપમાન છે. ત્યાં સ્ટુડન્ટ્સની શું હાલત છે તે ખબર નથી. યુક્રેનના સૈનિકો તો હવે આક્રમક બની રહ્યા છે. યુવતીઓને અપશબ્દો બોલે છે અને હવામાં ફાયરિંગ કરે છે. કોઈને ગોળી વાગી જાય તો જવાબદાર કોણ? મનિષાબેને એમ પણ કહ્યું કે, હવે આ સ્ટુડન્ટ્સ હંગેરી જઈને ત્યાંથી ભારત પરત આવે તેવા પ્રયાસો સ્ટુડન્ટ્સ પોતે જ કરી રહ્યા છે. હવે છેલ્લે એ લોકોની શું સ્થિતિ છે, તે ખબર નથી.
લોકલ એજન્ટોએ યુક્રેન છોડવા કહ્યું
મારો દીકરો શિવમ અને મારી બહેનનો ભાણેજ સિદ્ધ યુક્રેનના ટર્નોપિલ શહેરની નેશનલ યુનિવર્સિટીમાં MBBS કરે છે. ભારતના બીજા કેટલાક સ્ટુડન્ટ્સ પણ છે. ટર્નોપિલમાં યુદ્ધનો માહોલ ખાસ નહોતો એટલે ત્યાં સ્ટુડન્ટ્સને લોકલ એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે તમે હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને ચેકોસ્લોવેકિયા પહોંચી જાવ. ત્યાં તમને ઈન્ડીયન એમ્બેસી મદદ કરશે. ટર્નોપિલ શહેરથી રોમાનિયા 580 કિલોમીટર થાય અને હંગેરી 650 કિલોમીટર થાય. 200 કિલોમીટરના અંતરે પોલેન્ડ જ નજીક હતું. એ સ્ટુડન્ટ્સનું ગ્રુપ ત્યાં જવા નીકળ્યું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News અમદાવાદના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડરે ફસાયા : યુક્રેનના સૈનિકોની દાદાગિરી, યુવતીઓને અપશબ્દો બોલે...