Face Of Nation 27-02-2022 : જૂનાગઢના ભવનાથમાં યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રિના મેળાને આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં આ મેળામાં લગભગ 4 લાખ ભાવિકો આવી ચુક્યાં છે. ત્યારે આજે રવિવારે રજાનો દિવસ હોવાથી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી સંભાવના છે. આ મેળામાં આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેળામાં હાજરી આપશે.
પ્રથમ દિવસથી જ લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું
જૂનાગઢમાં છેલ્લા 2 વર્ષ મેળો ન યોજાયો હોવાથી આ વર્ષે મેળો કરવાનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી સાધુ સંતોની મોટી સંખ્યામાં ગીરનાર તળેટી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, મેળાના પ્રથમ દિવસે જ ભારે ભીડ જામી હતી. સામાન્ય રીતે દર વર્ષે શરૂઆતના બે દિવસ મેળામાં શ્રદ્ધાળું ઓછા જોવા મળે છે. પરંતુ આ વર્ષે મેળના પ્રથમ દિવસથી જ લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યાનો મહોલ જોવા મળ્યો હતો.
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેળામાં હાજરી આપશે
આ વખતે મેળામાં રાજકીય હસ્તીઓ પણ આવીને આશીર્વાદ મેળવી રહ્યા છે. મેળો શરૂ થવાના એક દિવસ પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ભવનાથ આવ્યા હતા અને મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે સોમવારે એટલે કે તા.28 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ભવનાથ ખાતે આવશે અને તેઓ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભગવાન ભવનાથના દર્શન-પુજન કરવા સાથે સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).