Face Of Nation 27-02-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તે જોતા હાલ ભારતીય એમ્બેસીની વાતો અને યુક્રેન તથા પોલેન્ડ બોર્ડરની પરિસ્થિતિ વચ્ચે ભારે વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. હાલ પોલેન્ડ બોર્ડર ઉપર તેમજ યુક્રેનમાં અનેક ભારતીયો ફસાયા છે. હજુ સુધી તેમને કોઈ પણ પ્રકારનો સહયોગ મળ્યો નથી. જેને લઈને તેઓ ભારતીય એમ્બેસીની વાતો ઉપર ભારોભાર પસ્તાળ પાડી રહ્યા છે. દરેક દેશની સુરક્ષાને લઈને તેની બોર્ડરમાંથી પ્રવેશવાના કેટલાક નિયમો અને કાયદાઓ હોય છે જેનું અનુકરણ દરેક દેશના નાગરિકે કરવું પડે છે. ભારતની એમ્બેસી જેટલી સરળતાથી એમ કહી દે કે, પોલેન્ડની બોર્ડરમાં એન્ટ્રી લઇ લો તેટલી સરળતાથી એન્ટ્રી લઇ શકાતી નથી કેમ કે દરેક દેશ પોતાની સુરક્ષા માટે બોર્ડર ઉપર કડક સુરક્ષાનો પહેરો રાખે છે. જેને પસાર કરીને આગળ વધવું એટલું સરળ હોતું નથી.
રશિયા- યુક્રેનના યુદ્ધ વચ્ચે ભારતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. ઓપરેશન ગંગા દ્વારા ભારત સરકાર અહીં ફસાયેલા લોકોને પરત લાવવાનું અભિયાન ચલાવી રહી છે. ત્યારે પાટણ શહેરના 40 સહિત ઉત્તર ગુજરાતમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓ સહીત મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનમાં ફસાઇ ગયા છે. આ ભારતીયોની મદદ કેમ કરવી તે એક મોટો પ્રશ્ન થઇ ગયો છે. હાલ ભારતીય એમ્બેસી લોકોને આશ્વાસન આપ્યા સિવાય કઈ કરી શકે તેમ નથી કેમ કે યુક્રેન સરકારે ભારતે મદદ ન કરતા હવે ભારતીયોને મદદ કરવા માટે પાછી પાની કરી લીધી છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે મોટી રકમો ખર્ચીને પણ ભારતીયો ટેક્સી કે ચાલતા યુક્રેન છોડીને અન્ય દેશમાં જવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ બોર્ડરથી જ તેમને અટકાવી દેવામાં આવી રહ્યા છે. જેને લઈને ભારતીયોની સ્થિતિ દયાજનક થઇ ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).