Face Of Nation 27-02-2022 : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 27 ફેબ્રુઆરીના રોજ રાજયમાં કોરોનાના નહિવત 162 કેસ નોંધાયા હતા. તેમજ બે લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 26 દિવસથી સતત ઘટી રહ્યો છે. જ્યારે 386 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2049 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 23 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
અમદાવાદમાં 79 કેસ નોંધાયા
અમદાવાદમાં 79 કેસ, વડોદરામાં 35 કેસ, રાજકોટમાં 7 કેસ, સુરતમાં 9 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, જામનગરમાં 3 કેસ, ભાવનગર અને જુનાગઢમાં એકપણ કેસ નહી, આણંદમાં 3 કેસ, અરવલ્લીમાં 2 કેસ, બનાસકાંઠામાં 2 કેસ, દાહોદમાં 2 કેસ, ખેડામાં 2 કેસ, કચ્છમાં 2 કેસ, તાપીમાં 2 કેસ, અમરેલીમાં એક કેસ, દ્વારકામાં એક કેસ, ગીર સોમનાથ અને મહીસાગર જિલ્લામાં એક-એક કેસ, મહેસાણા, નવસારી, પંચમહાલમાં એક-એક, સાબરકાંઠા અને વલસાડ જિલ્લામાં પણ એક-એક કેસ કોરોનાનો નોંધાયો છે. આજે રાજ્યમાં 28,118 નાગરિકોને કોરોનાની રસી અપાઈ છે.
બૂસ્ટર ડોઝ સાથે જ વેક્સિનેશનની સ્થિતી ખૂબ જ મહત્વપૂર્ણ
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડવાની સાથે ચોથી લહેરની ભવિષ્યવાણી સામે આવી છે. એક્સપર્ટનું કહેવું છે કે, દેશમાં કોરોના વાયરસની ચોથી લહેર 22 જૂનની આસપાસ આવી શકે છે.કોરોનાની ચોથી લહેરમાં બૂસ્ટર ડોઝ સાથે જ વેક્સિનેશનની સ્થિતી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).