Face Of Nation 27-02-2022 : યુક્રેનમાં રશિયનો અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે, યુદ્ધમાં યુક્રેન રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે. આ ખબર બાદ દુનિયાભરમાં ભારે ખળભળાટ મચ્યો છે.
નાટો દેશો અને રશિયા આમને-સામને ટકરાશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ પ્રતિનિધિ દળને એલર્ટ રહેવા જણાવ્યું છે. આ એલર્ટ બાદ દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. પશ્ચિમના દેશોએ ત્રીજા વિશ્વયુદ્ધ પહેલા જ તેને આપત્તિ ગણાવી છે. રશિયન મીડિયાના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના પરમાણુ પ્રતિનિધિ દળને એલર્ટ રહેવા માટે કહ્યું છે. રશિયાની સૌથી મોટી શક્તિને પરમાણુ હથિયાર માનવામાં આવે છે. જો પુતિન પરમાણુ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે. આવી સ્થિતિમાં નાટો દેશો અને રશિયા આમને-સામને ટકરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).