Face Of Nation 28-02-2022 : યુક્રેન સામે રશિયન હુમલાનો ખરો હેતુ તેને NATOમાં જતા અટકાવવાનો હતો, પરંતુ જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો તેની રશિયામો તેનો જ દાવ ઊંધો પડી શકે છે. એસ્ટોનિયાના પૂર્વ સંરક્ષણ પ્રધાન રિહો ટેરાસ દાવો કરે છે કે ‘જો યુદ્ધ 10 દિવસથી વધુ ચાલશે તો રશિયા ગરીબીની કગાર પર પહોંચી જશે’. પુતિનને સમાધાન માટે વાટાઘાટો કરવા મજબુર થવું પડશે. યુક્રેન પર જલ્દી કબજો મેળવી લેશું, રશિયા તેવા ભ્રમમાં હતું.
રશિયા સાથે ડોલર-યુરો-પાઉન્ડના વેપાર પર પ્રતિબંધ મૂક્યો
રશિયા હાલમાં એક જ સમયે અનેક મોરચે પડકારનો સામનો કરી રહ્યું છે. જ્યારે બીજી બાજુ યુદ્ધ પર દરરોજ 1.12 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે આ મહિને રશિયાની કરન્સી રુબલ 10% નબળો પડ્યો છે. જ્યારે બીજી તરફ પશ્ચિમી દેશોએ પણ રશિયા સાથે ડોલર-યુરો-પાઉન્ડના વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં રુબલ વધુ ઘટી શકે છે.
રશિયાની લિસ્ટેડ કંપનીઓને મોટું નુકસાન
યુદ્ધની શરૂઆતના ત્રણ અઠવાડિયા પહેલાથી જ, રશિયન કંપનીઓને નુકસાન થવાનું શરૂ થઈ ગયું હતું. ત્યાંના શેરબજારમાં 10 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 40 ટકાનો ઘટાડો થયો છે. આનાથી રશિયાની લિસ્ટેડ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. યુક્રેન પર હુમલાના માત્ર 4 દિવસમાં રશિયાને 5 લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા છે. એક ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર યુક્રેન પર હુમલા બાદ પણ પુતિન અટકાશે નહીં. રશિયા પડોશી દેશો ફિનલેન્ડ અને સ્વીડન પર પણ હુમલો કરી શકે છે, જે નાટોમાં જોડાવાનું વિચારી રહ્યા છે. બીજી તરફ યુરોપ અને અમેરિકા દ્વારા અલગ-અલગ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવતાં રશિયાના અર્થતંત્રને ભારે નુકસાન થવા લાગ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).