Home Gujarat ગુજરાત વિધાનસભા : બજેટ સત્રનો બીજી માર્ચથી આરંભ થશે

ગુજરાત વિધાનસભા : બજેટ સત્રનો બીજી માર્ચથી આરંભ થશે

Face Of Nation 1-3-2022 : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ (બીજી માર્ચ)થી રાજ્યપાલના સંબોધન સાથે આરંભ થશે. બીજીથી 31મી માર્ચ સુધી યોજાનાર વિધાનસભાના સત્રમાં ગુરુવાર ત્રીજી માર્ચે વર્ષ 2022-23 માટેનું અંદાજપત્ર ગૃહમાં રજૂ થશે. આગામી સાતમી માર્ચથી વિધાનસભામાં રાજ્યપાલ સંબોધન અંગે ચર્ચાનો આરંભ થશે. દરમિયાન ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં બજેટસત્રની કામગીરી સારી રીતે થઈ શકે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).