Home Uncategorized યુક્રેનમાં કર્ણાટકના એક વિદ્યાર્થીનું મોત, બંકરમાંથી બહાર ખાવાનું લેવા નીકળ્યો અને ગોળી...

યુક્રેનમાં કર્ણાટકના એક વિદ્યાર્થીનું મોત, બંકરમાંથી બહાર ખાવાનું લેવા નીકળ્યો અને ગોળી વાગી

Face Of Nation 1-3-2022 :  વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, યુક્રેનમાં સવારના હુમલામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. સરકાર વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ યુક્રેનમાં ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીના પિતા સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે આ માહિતી આપી છે.
કર્ણાટકના એક વિદ્યાર્થીનું મોત
તેમણે કહ્યું કે, યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીના મૃતદેહને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. મંગળવારે યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવ્યો હતો કે, ભારતીય દૂતાવાસનો કોઈ અધિકારી યુક્રેનના ખાર્કિવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નથી. અહીં ગોળીબારમાં કર્ણાટકના એક વિદ્યાર્થીનું મોત થયું હતું.
પુતિન સરકાર પર પ્રતિબંધોનું દબાણ જાળવી રાખશે
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને પોલેન્ડની મુલાકાતે કહ્યું હતું કે, પશ્ચિમી દેશો યુક્રેન પર આક્રમણ કર્યા પછી અનિશ્ચિત સમય માટે પ્રતિબંધો હેઠળ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સરકાર પર દબાણ ચાલુ રાખશે.
સ્પાઈસ જેટ આજે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ઉડાન ભરશે
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે આજે નવી દિલ્હીથી સ્લોવાકિયાના કોસીસ માટે એક વિશેષ ફ્લાઈટ રવાના થશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુ આ વિમાનમાં હશે અને તેઓ ભારતીય નાગરિકોને પરત લાવવા માટે જશે. સ્પાઈસ જેટની ફ્લાઈટ નવી દિલ્હીથી આજે ઉપડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).