Home World ટાટા ગ્રૂપની ઓફરને નકારી, ઈલકર આયશીએ CEO બનવા માટે કર્યો ઈન્કાર

ટાટા ગ્રૂપની ઓફરને નકારી, ઈલકર આયશીએ CEO બનવા માટે કર્યો ઈન્કાર

Face Of Nation 26-02-2022 : બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તુર્કીશ એરલાઈનની પૂર્વ અધ્યક્ષ આયશીએ આ ઓફર ઠુકરાવી દીધી છે. ટાટા સન્સના બોર્ડે તેમને 14 ફેબ્રુઆરીએ આ ઓફર કરી હતી. એર ઈન્ડિયા (Air India)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈલકર આયશીએ એર ઈન્ડિયાના નવા CEO તરીકે નિમણૂક કરવાની ટાટા ગ્રૂપની ઓફરને નકારી કાઢી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તુર્કી એરલાઈન્સના પૂર્વ અધ્યક્ષ આઈશીએ આ ઓફર ઠુકરાવી દીધી છે.
ટાટા સન્સના બોર્ડે તેમને 14 ફેબ્રુઆરીએ આ ઓફર કરી હતી
ટાટા સન્સના બોર્ડે તેમને 14 ફેબ્રુઆરીએ આ ઓફર કરી હતી. આયશીએ કહ્યું કે ભારતીય મીડિયાએ તેમની જોઈનીંગને અલગ જ રંગ આપી દીધો છે. તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિ અનુસાર આ ઓફર સ્વીકારવી મારા માટે સન્માનજનક નિર્ણય નહીં હોય. જણાવી દઈએ કે RSSના સંગઠન સ્વદેશી જાગરણ મંચે ઈલકાર આયશીને આપવામાં આવેલી જવાબદારી પર સવાલ ઉઠાવ્યા હતા. સ્વદેશી જાગરણ મંચે સરકારને અપીલ કરી છે કે તેઓ આયશીની નિમણૂકને મંજૂરી ન આપે. સ્વદેશી જાગરણ મંચે કહ્યું કે આયશીને એર ઈન્ડિયાના વડા બનાવવું દેશના હિતમાં નહીં હોય. SJMના સહ-સંયોજક અશ્વિની મહાજને ગયા અઠવાડિયે કહ્યું હતું કે સરકાર આ મુદ્દે પહેલેથી જ ગંભીર અને સંવેદનશીલ છે. ઈલકાર આયશીની નિમણૂકને ગંભીરતાથી લેવામાં આવી છે. ટાટા સન્સના બોર્ડને એર ઈન્ડિયાના સીઈઓ અંગે સરકાર પાસેથી સુરક્ષા મંજૂરી મેળવવાની જરૂર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).